અંગત અદાવતમાં ત્રણ શખ્શોએ યુવક પર છરીના ઘા ઝીંક્યા

0
753

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨૩
અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલ ચંડોળા મહેબૂબના પાકિંગ પાસે અગાઉની અદાવતમાં ત્રણ યુવકોએ યુવક પર ડંડા વડે તેમજ છરીના ઘા ઝીંકીને હત્યા કરવાની કોશિશ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં યુવકની તબીયત નાજુક હોવાથી તેને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ યુવક વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. શાહઆલમ વિસ્તારમાં આવેલ મુસામિયાંની ચાલીમાં રહેતા ૩૮ વર્ષીય મોહંમદ પઠાણે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ યુવક વિરુદ્ધમાં હત્યાની કોશિશ કરવા અંગે ફરિયાદ કરી છે.
ઘટનાની જાણ ઇસનપુર પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે શાહઆલમ વિસ્તારમાં આવેલ નવાબનગરનાં છાપરાંમાં રહેતા બશીર અબ્દુલ કયુમ શેખ સાથે અગાઉ ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને ત્રણેયે મોહેમદ પર ડંડા તેમજ છરી વડે હુમલો કર્યો હતો. પોલીસે ત્રણેયે વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here