અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પતંગ ચગાવ્યો

0
143
અમિત શાહ પણ આ વખતે પરિવાર સાથે જ પતંગ ઉડાડવાની મજા માણી હતી.
અમિત શાહ પણ આ વખતે પરિવાર સાથે જ પતંગ ઉડાડવાની મજા માણી હતી.

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ વર્ષે પણ ઉત્તરાયણની ઉજવણી અમદાવાદમાં કરી હતી. સવારે જગન્નાથજી મંદિરમાં દર્શન કરીને ગૌ પૂજન કર્યા બાદ જુદી જુદી બેથી વધુ જગ્યાએ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે પતંગબાજી પણ કરી હતી.અમિત શાહે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. તેમણે આનંદનગર રોડ પર આવેલા કનકકલા એપાર્ટમેન્ટ, વાડજ અને સરખેજ સહિત ચાર જગ્યાએ ઉતરાયણની ઉજવણી કરી હતી. કોરોનાના કારણે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે અને માત્ર પરિવારના જ સભ્યો ધાબા પર પતંગ ઉડાડી શકશે તેવા નિયમો જાહેર કર્યાં છે જેના પગલે અમિત શાહ પણ આ વખતે પરિવાર સાથે જ પતંગ ઉડાડવાની મજા માણી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી માટે અમદાવાદમાં છે. શાહ દર વર્ષે ઉત્તરાયણ પોતાના પરિવાર સાથે ઉજવે છે ત્યારે આ વર્ષે પણ તેઓ અમદાવાદમાં ઉત્તરાયણ મનાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here