અમદાવાદમાં યથાવત હત્યાનો સિલસિલો, વિંઝોલ ફાટક પાસે યુવકનું મર્ડર

0
399

અમદાવાદ: એક તરફ લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી રહી છે. શહેરમાં દરરોજ એક હત્યાની ઘટના બની રહી છે. સોલા , વાસણા , નારણપુરા બાદ હવે વટવા વિંઝોલ ફાટક પાસે યુવકની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.વટવા પોલીસને બુધવારે જાણ થઈ હતી કે વિંઝોલ રેલવે ક્રોસિંગ પાસે ખેતરમાં એક યુવકની લાશ પડી છે. પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ કરતા યુવકની લાશ મળી આવી હતી તેના શરીર પર ઇજાના નિશાન પણ જોવા મળ્યા હતા. પોલીસે લાશને પીએમ માટે મોકલી અને મૃતકની ઓળખ અંગે તપાસ શરૂ કરી હતી મૃતકની તપાસ કરતા તેનું નામ સુનિલદત્ત રામ (ટંકાર રેસીડેન્સી , વટવા) હોવાનું બહાર આવ્યું હતું. મંગળવારે રાતે સુનિલ ઘરે આવ્યો ન હતો. બીજા દિવસે નોકરીના સ્થળે તપાસ કરતા ત્યાં પણ નોકરીએ આવ્યો ન હતો. જેથી વટવા પોલીસમાં નોંધ કરવામાં આવી હતી. બીજી તરફ લાશ મળતાં પોલીસે તેમના પરિવારને જાણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here