આજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું : PM નરેન્દ્ર મોદી

0
2093
The monument was conceptualised by PM Modi during his tenure as Gujarat Chief Minister and he had laid the foundation stone for it in 2013
The monument was conceptualised by PM Modi during his tenure as Gujarat Chief Minister and he had laid the foundation stone for it in 2013
Prime Minister Narendra Modi on Wednesday inaugurated an imposing 182-metre statue of Sardar Vallabhbhai Patel here and said the world's tallest monument will serve as a reminder about his courage to thwart conspiracy to disintegrate India.
Prime Minister Narendra Modi on Wednesday inaugurated an imposing 182-metre statue of Sardar Vallabhbhai Patel here and said the world’s tallest monument will serve as a reminder about his courage to thwart conspiracy to disintegrate India.

સરદાર ના હોત તો ‘શિવભક્તો’ને સોમનાથ જવા અને ગીરના સિંહ જોવા વીઝા લેવા પડત: મોદી
કેવડિયા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં જણાવ્યું કે આજે દેશ રાષ્ટ્રીય એકતા દિવસ મનાવી રહ્યો છે. આજનો દિવસ ભારતના ઇતિહાસ માટે મહત્વપૂર્ણ છે. જમીનથી આકાશ સુધી સરદાર સાહેબનું અભિષેક થયું છે. મે સરદાર સાહેબના સ્ટેચ્યૂની ગુજરાતના મુખ્યમંત્રી રહેતા કલ્પના કરી હતી. હું ગુજરાતની જનતાનો આભારી છું. આપણી સભ્યતા હજારો વર્ષ જૂની છે. પ્રતિમાનું લોકાર્પણ કરી ધન્યતા અનુભવું છું. આજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું છે. મને લોખંડના પહેલા ટુકાનો ઉપહાર મળ્યો છે. કોઇ પહાડ એટલો મજબૂત ન મળ્યો કે જેની પર સરદારની પ્રતિમા બનાવી શકાય.

રજવાડાઓને સમજાવીને એક કર્યા અને જોતજોતામાં આખો ભારત દેશ એક થઇ ગયો. સ્ટેચ્યુ ઓફ યૂનિટીને લીધે આ વિસ્તારની એક અલગ ઓળખાણ બનશે. આ સ્મારક આદિવાસીઓના જીવનને વધુ શ્રેષ્ઠ બનાવવાના ખોજનું કારણ બનશે. અહીંયા એક એકતા નર્સરી પણ બને એવી ઇચ્છા છે. શું દેશના મહાપુરુષોનું સ્મરણ કરવું એ અપમાન છે શું? સરદારની પ્રતિમા સામાર્થ્ય અને સમર્પણનું પ્રતિક છે. આ સ્મારક યુવાઓની આકાક્ષાઓનું છે. છેલ્લા 3 વર્ષમાં હજારો કારીગરો, શિલ્પકારોએ ખુબ મહેનત કરી છે. હજારો શિલ્પકારોએ આ કલાના સ્મારકને બનાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતના નર્મદાના કેવડિયામાં સરદાર વલ્લભ ભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાર્પણ કર્યું છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાર્પણ કર્યા બાદ મોદીએ જનમેદનીને સંબોધી હતી. જનસભાને સંબોધતા મોદીએ કહ્યું કે, સરદાર પટેલના કાર્યોને ફક્ત એક ક્ષણ માટે યાદ કરશો તો પણ તમને ખબર પડી જશે કે જો એ ના હોત તો શું થાત?

PM Modi said his government has taken up the cause of bringing to life the history and contributions of great personalities
PM Modi said his government has taken up the cause of bringing to life the history and contributions of great personalities

વડાપ્રધાન મોદી એ જણાવ્યુ કે, લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી પછી ૫૬૨ રાજા-રજવાડાઓને એક કર્યા હતા. આટલી મોટી સંખ્યામાં રાજા-રજવાડાઓને એક કરવા એ સરદાર સાહેબ સિવાય અન્ય કોઈના બસની વાત નહતી. જો સરદાર સાહેબે આ રાજા-રજવાડાઓને એક ના કર્યા હોત તો ગિરમાં સિંહ જોવા જવા માટે પણ વીઝા લેવા પડતા હોત. તેમજ ‘શિવભક્તો’ને સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પણ વીઝા લેવા પડતા હોત. આટલુ જ નહીં ચાર મિનાર જોવા માટે પણ લોકોએ વીઝા લેવા પડતા.

મોદીએ પરોક્ષ રીતે પોતાના સંબોધનમાં કોંગ્રેસ કે અન્ય કોઈ વિપક્ષી પાર્ટીનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે, અમે મહાપુરુષોનું સમ્માન કરી રહ્યા છે તેમા પણ કેટલાક લોકો અમારી નિંદા કરી રહ્યા છે. મોદીએ કહ્યું કે, કોઈ પણ દેશના ઈતિહાસમાં આવા પ્રસંગ બને છે ત્યારે તેઓ પૂર્ણ એકતાનો અનુભવ કરી શકે છે.

પીએમ મોદીએ કહ્યું કે, સરદારે આપણને શિખવ્યુ હતુ કે ભલે ગમે તેટલા મતભેદો કેમ ન હોય પરંતુ પ્રશાસનમાં શાસન વ્યવસ્થાને કેવી રીતે સ્થાપવી જોઈએ તે સરદારે આપણને કરીને બતાવ્યુ છે. કચ્છથી લઈને કોહિમા સુધી, કારગિલથી લઈને કન્યાકુમારી સુધી આજે આપણે બેરોકટોક જોઈ શકીએ છે તે સરદારના કારણે જ શક્ય બની શક્યુ છે. ફક્ત એક ક્ષણ માટે વિચારીને જોવો કે જો સરદારે દેશને એક કરવાનો સંકલ્પ ન લીધો હોત તો આજે આપણું શું થાત?

દેશની એકતામાં રાજા-રજવાડાઓનો પણ મહત્વનો અને કદીએ ન ભૂલી શકાય તેવો ફાળો છે. આજે આપણે ગિરમાં સિંહ જોવા જઈ શકીએ છે, સોમનાથ મહાદેવના દર્શન કરવા જોવા જઈ શકીએ છે, હૈદરાબાદના ચારમિનાર જોવા જઈ શકીએ છે પરંતુ જો સરદાર પટેલે સંકલ્પ ન લીધો હોત તો આજે ભારતીયોએ જ આ બધુ જોવા જવા માટે વીઝા લેવા પડત. જો સરદાર પટેલે દેશની એકતાનો સંકલ્પ ન લીધો હોત તો આજે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી જે ટ્રેન અને સિવિલ સેવા છે તેની કલ્પના પણ થઈ શકે તેમ નહતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here