એક વર્ષથી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા એન.ડી.પી.એસ ના કેસના મહિલા આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ,

0
667

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી નાઓના સુચન અને માર્ગદર્શન આધારે ક્રાઇમ બ્રાન્ચનાં ખાસ પોલીસ કમિશ્નર શ્રી જે.કે.ભટ્ટ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી દીપન ભદ્રન તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી બી.વી.ગોહીલ નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ ફર્લો જમ્પ આરોપીઓને શોધી કાઢવા સારુ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને સુચના આપેલ. જે અનુસધાને ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.જે.જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી આઇ.એસ.રબારી તથા સ્ટાફ્નાં માણસો ને મળેલ બાતમી હકિકત આધારે મુસરતજહાં ડો/ઓ અલીહુસેન જાતે:- સૈયદ(પરમાર) ઉવ.૪૯ રહે. હાલ:- જાન બિલ્ડીંગની ચાલી. ખાલસા સ્કુલ સામે આઇ.ટી.આઇ. રોડ સરસપુર અમદાવાદ તથા મકદુમશા બાબાની દર્ગાહની પાછળ છાપરામાં, ઇ-વોર્ડ, જુહાપુરા વેજલપુર અમદાવાદ શહેર  નાને તા.૦૨/૧૧/૨૦૧૮ ના રોજ ઝડપી પાડેલ છે.                                                                 પકડાયેલ આરોપી બહેનની પુછપરછ કરતા જણાવેલ કે પોતે અગાઉ સને ૨૦૧૪ મા કાશમીરના વેપારી અમીનભાઇ ને ત્યા પોતે ચરસ ની આપલે કરવાનુ કામ કરતી હતી તે દરમ્યાન માહે-ઓકટેમ્બર માસમાં પોતે દીલ્હીથી ત્રણ કિલ્લો ચરસ લઇ અમદાવાદમાં સપ્લાઇ કરવા માટે આવતી હતી તે દરમ્યાન નરોડા પાટીયા પાસે આવતા એન.સી.બી. ના માણસોએ પોતાને ત્રણ કીલો ચરસ સાથે પકડી લીધેલ ત્યારથી સાબરમતી સેન્ટ્રલ જેલમા કાચા કામના કેદી તરીકે જેલમાં હતા તે દરમ્યાન એક વર્ષ પહેલા પોતે નામદાર હાઇકોર્ટમાંથી દિન-૩ ના વચગાળાના જામીન ઉપર છુટેલ બાદ પરત જેલમા હાજર થયેલ નહીં અને આજદિન સુધી ફરાર હોવાનુ જણાવેલ જેથી સદરી આરોપી બહેનને ડીટેઇન કરવામાં આવેલ છે. અને સદરી આરોપી બહેનને અમદાવાદ શહેર સાબરમતી  મધ્યસ્થ જેલમાં સોપવાની તજવીજ કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here