એર ઈન્ડિયા પર નવ હજાર કરોડનું દેવું થતાં સરકારી મદદ ન મળે તો થશે બંધ

0
294
nine-thousand crores debt on air-india government help is not available closes
nine-thousand crores debt on air-india government help is not available closes

જેટ એરવેઝ તો બંધ થવાની તૈયારીમાં છે જ ત્યાં હવે સરકારી વિમાની કંપની એર ઈન્ડિયાના માથે ચાલુ નાણાકીય વર્ષમાં ૯૦૦૦ કરોડ રૃપિયાનું દેવું ચૂકવવાની તલવાર લટકી રહી છે. આ મામલાના જાણકાર લોકોએ જો કે જણાવ્યું કે એર ઈન્ડિયા પાસે આ દેવું ચૂકવવાની ક્ષમતા દેખાતી નથી. તેમણે કહ્યું કે કંપનીને બચાવવા માટે સરકારે વધુ એક રાહત પેકેજ આપવું પડે તેમ છે, પણ ચૂંટણી પૂરી થાય અને નવી સરકાર કામકાજ સંભાળે તે પહેલા આ દિશામાં કોઈ પગલું લેવાય તેવી શક્યતાઓ નથી.

મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ ઊડ્ડયન મંત્રાલય અને એર ઈન્ડિયાએ આ ચિંતા નાણામંત્રાલય સમક્ષ મૂકી છે. ‘કેટલીક લોનની મૂળ રકમ ચૂકવવાની તારીખ આ વર્ષમાં છે પણ એર લાઈન પાસે તેના માટે પૈસા જ નથી. એટલે કાં તો એર ઈન્ડિયાને ડીફોલ્ટ જાહેર કરવી પડશે અથવા તેણે પોતાનું કાકાજ ઘટાડીને ખર્ચો ઓછો કરવો પડશે જેથી આ દેવું ચૂકવી શકાય. આ બાબતો નાણામંત્રાલય સમક્ષ મૂકવામાં આવી છે.’ એર ઈન્ડિયા યુરોપ અને અમેરિકાની ફ્લાઈટ્સ પર રોજના રૃપિયા ૬ કરોડનું નુક્સાન વેઠી રહી છે. સરહદ પર તંગદિલીના કારણે પાકિસ્તાને પોતાની એર સ્પેસ બંધ કરી હોવાના કારણે આ થઈ રહ્યું છે. આ નુક્સાનના કારણે એર ઈન્ડિયાએ પોતાની કેટલીક વિદેશી ફ્લાઈટો રદ કરી છે.

ઊડ્ડયન મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે સરકારે આ પહેલા જ એર ઈન્ડિયામાં વધુ પૈસા લગાવવાની ના પાડી છે. તેમણે કહ્યું કે સરકારે એર ઈન્ડિયાનું દેવું પોતાના ઉપર લઈ લીધું હતું અને તે સ્પષ્ટતા કરી હતી કે વધુ ઈકવીટી ફંડીંગ નહીં કરવામાં આવે. નાણા મંત્રાલયને હાલની બાબતની પૂરી માહિતી છે, જો કે એર ઈન્ડિયાને મદદ કરવી જ પડશે કેમ કે તે એક સરકારી એરલાઈન છે. આ કંપનીનું ભાવિ ચૂંટણીના પરિણામો પર આધારીત છે. જો હાલાની સરકાર ફરીથી સત્તા પર આવશે તો કંપનીમાંનો પૂરો સરકારી હિસ્સો વેંચવાનું પગલું લઈ શકાય છે. એર ઈન્ડિયા પર પ૪,૦૦૦ કરોડથી પણ વધારે દેવું હતું એટલે સરકારે ગયા વર્ષે તેનો ૭૬ ટકા ભાગ વેંચવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે કોશિશ નિષ્ફળ રહી હતી.

સરકારે ત્યારપછી લગભગ ર૮,૦૦૦ કરોડનું વર્કીંગ કેપિટલ એર ઈન્ડિયા એસેટ હોલ્ડીંગ લિમિટેડમાં ટ્રાન્સફર કર્યા હતાં. આ ટ્રાન્સફર સાથે સરકારે એરલાઈનની વાર્ષિક ૪૦૦૦ કરોડ રૃપિયાની ઈન્ટરેસ્ટ પેમેન્ટ લાયેબીલીટીમાંથી લગભગ ર૭૦૦ કરોડ રૃપિયાની વાર્ષિક જવાબદારી પોતાના પર લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here