ઓપનર લોકેશ રાહુલને પ્રેક્ટિસ દરમ્યાન ઇજા પહોંચી

0
377
રાહુલ હવે સ્વદેશ પાછો આવશે અને બેંગલુરૂમાં નેશનલ ક્રિકેટ એકેડમી જશે જ્યાં રિહેબિલેશન શરૂ થશે.
રાહુલ હવે સ્વદેશ પાછો આવશે અને બેંગલુરૂમાં નેશનલ ક્રિકેટ એકેડમી જશે જ્યાં રિહેબિલેશન શરૂ થશે.

ઑસ્ટ્રેલિયાસામેની ટેસ્ટ સીરીઝ માં ભારતીય ટીમ ને વધુ એક ઝાટકો લાગ્યો જ્યારે ઓપનર લોકેશ રાહુલને પ્રેક્ટિસ દરમ્યાન ઇજા પહોંચી છે. તેના લીધે હવે તેઓ બાકીની બંને મેચો રમી શકશે નહીં.મેલબર્ન માં ટીમ ઇન્ડિયાની નેટ પ્રેક્ટિસ દરમ્યાન શનિવારના રોજ ડાબી બાજુના કાંડામાં ઇજા પહોંચી હતી. તેમાંથી સાજા થતાં આ વિકેટકિપર બેટસમેનને અંદાજે 3 સપ્તાહનો સમય લાગી શકે છે. BBCI એ મંગળવારના રોજ આ માહિતી આપી.BCCIની તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદન પ્રમાણે મેલબર્નમાં ટીમ ઇન્ડિયાની પ્રેક્ટિસ મેચ દરમ્યાન રાહુલના કાંડાને ઇજા પહોંચી હતી. આથી તેને સંપૂર્ણપણે ફિટ થતાં રાહુલને અંદાજે ત્રણ સપ્તાહનો સમય લાગી શકે છે.રાહુલ હવે સ્વદેશ પાછો આવશે અને બેંગલુરૂમાં નેશનલ ક્રિકેટ એકેડમી જશે જ્યાં રિહેબિલેશન શરૂ થશે. રાહુલ જોકે ઑસ્ટ્રેલિયાની સામે હાલની ટેસ્ટ સીરીઝમાં એક પણ મેચ રમી શકયો નહોતો.ચાર મેચોની બોર્ડર ગવાસકર ટ્રોફી  માં બંને ટીમો હાલ 1-1થી બરાબરી પર છે. સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ 7 જાન્યુઆરીના રોજ સિડનીમાં રમાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here