કાંગારુંઓએ કોહલી ઉપરાંત રોહિતને રોકવાની પણ બનાવી ખાસ રણનીતિ

0
810

બ્રિસબેનઃ સચોટ ઇનસ્વિંગરથી સ્ટમ્પની બરોબર સામે એલબી આઉટ કરો કે પછી શોર્ટ પીચ બોલિંગથી તેની પરીક્ષા લો, ટીમ ઇન્ડિયાના બેટ્સમેન રોહિત શર્મા માટે ઓસ્ટ્રેલિયાએ ખાસ આવી રણનીતિ બનાવી છે અને આ અંગેનો ખુલાસો ખુદ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર કુલ્ટર નાઇલે કર્યો છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઉપરાંત રોહિત શર્મા એક એવો બેટ્સમેન છે, જે આવતી ભારતીય સમય પ્રમાણે બપોરે ૧.૨૦ વાગ્યાથી શરૂ થતી ટી-૨૦ શ્રેણીમાં યજમાનો માટે માથાનો દુખાવો બની શકે તેમ છે.

કુલ્ટર નાઇલે જણાવ્યું, ”એ શાનદાર ખેલાડી છે. તેનો રેકોર્ડ આ વાતની સાક્ષી પૂરે છે તેથી નિશ્ચિત રીતે તેના પર બધાની નજર ટકેલી છે, પરંતુ અમને પણ તેની સામે નવા બોલથી થોડી સફળતા મળી છે. મને યાદ છે કે છેલ્લે ડોર્ફ (જેસન બેહરનડોર્ફ)એ તેને એલબી આઉટ આપ્યો હતો. અમે ફરીથી એવું કરવાની કોશિશ કરીશું.”

આ ઉપરાંત કુલ્ટર નાઇલ રોહિત સામે શોર્ટ પીચ બોલિંગ કરવા અંગે પણ ઘણો ઉત્સાહિત છે. રોહિતનો ઓસ્ટ્રેલિયામાં પ્રભાવશાળી રેકોર્ડ રહ્યો છે. ગત આઠ વર્ષમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ૬૨.૩૧ની સરેરાશથી ૮૧૦ રન બનાવ્યા છે.

ડાબોડી ફાસ્ટ બોલર જેસન ઓસ્ટ્રેલિયાનો હુકમનો એક્કો સાબિત થઈ શકે છે. તેણે ગત વર્ષે ગોહાટીમાં રમાયેલી ટી-૨૦માં ભારતીયોને પરેશાન કરીને ૨૧ રનમાં ચાર વિકેટ ઝડપી હતી. તેણે ભારતના ટોચના બેટિંગ ક્રમને ધ્વસ્ત કરી નાખ્યો હતો, જેમાં રોહિત અને કોહલી પણ સામેલ હતા.

કુલ્ટર નાઇલે કહ્યું, ”બધા જાણે છે કે જેસન પાસે શરૂઆતમાં જ બોલિંગ કરાવવી સારો વિકલ્પ છે. અહીં બોલ જલદી સ્વિંગ થશે. આશા છે કે અમે મળેલી તકનો અમે ફાયદો ઉઠાવીશું.

બીજી બાજુ ટીમ ઇન્ડિયાનું આગામી મિશન આવતી કાલથી શરૂ થઈ રહેલો પ્રવાસ છે. ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ હંમેશાં પડકારજનકરહ્યો છે. આવતી કાલથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી બાદ ભારત ચાર મેચની ટેસ્ટ શ્રેણી અને ત્રણ મેચની વન ડે શ્રેણી રમવાનું છે. ભારતે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી નથી. ત્રણ શ્રેણી ડ્રો રહી છે અને આઠ શ્રેણીમાં ભારતે પરાજયનો સામનો કરવો પડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here