જેગુઆર લેન્ડ રોવરે સ્લોવાકિયામાં ઉત્પાદન એકમ શરૂ કર્યું

0
1170

જેગુઆર લેન્ડ રોવરે સ્લોવાકિયામાં ઉત્પાદન એકમ શરૂ કર્યું
• સ્લોવાકિયામાં ૧.૪ અબજયુરો (૧ અબજપાઉન્ડ)નુંનવુંઉત્પાદનશરૂકર્યું.
• સક્ષમ, વૈશ્વિકવૃદ્ધિમાટેકંપનીનીયોજનામાંનવુંપગલું.
• નિત્રામાં ૧૫૦૦ લોકોને રોજગાર.
• એકમમાંઅત્યાધુનિકઉત્પાદનટેકનોલોજીઓસમાવાશે.
• સ્થાનિકસમુદાયનાપ્રોજેક્ટોનેટેકોઆપવામાટેએન્ડોવમેન્ટફંડઊભુંકરાયું.
ગુરુવાર, ૨૫મી ઓક્ટોબર, ૨૦૧૮, નિત્રાઃ જેગુઆર લેન્ડ રોવરે આજે નિત્રા, સ્લોવાકિયામાં તેનું અત્યાધુનિક ૧.૪ અબજ યુરો (૧ અબજ પાઉન્ડ)નું ઉત્પાદન એકમ શરૂ કર્યું હતું. યુકેની વાહન કંપનીએ આ દેશમાં શરૂ કરેલું આ પ્રથમ એકમ છે.
યુકેમાં તેના વેપારનું મન અને અંતર સાથે જેગુઆર લેન્ડ રોવરે નિત્રામાં કરેલું રોકાણ ૨૦૧૪માં તેનું ચીનમાં સંયુક્ત સાહસ અને ૨૦૧૬માં બ્રાઝિલિયન એકમની શરૂઆત, ૨૦૧૧માં ભારતમાં અને ૨૦૧૭માં ઓસ્ટ્રિયામાં કોન્ટ્રાક્ટ ઉત્પાદન દ્વારા ટેકા સાથે કંપનીની વૈશ્વિક વિસ્તરણ વ્યૂહરચનામાં આ નવું પગલું છે. નવી આંતરરાષ્ટ્રીય ફેક્ટરીઓના નિર્માણથી જેગુઆર લેન્ડ રોવર તેના ગ્રાહકોને કરન્સીમાં વધઘટ સામે રક્ષણ અને વૈશ્વિક સ્પર્ધાત્મક વેપારને ટેકો આપવા સાથે વધુ આકર્ષક નવાં મોડેલો ઓફર કરશે.
આજના સમારંભમાં પ્રો. ડો. રાલ્ફ સ્પેથે જણાવ્યું હતું કે વૈશ્વિક વેપારોને વૈશ્વિક કામગીરી પહોંચ જરૂરી હોય છે. જેગુઆર લેન્ડ રોવરનું મન અને અંતર યુકેમાં દઢ સ્થાયી છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણથી અમારો યુકેનો વેપાર વધુ સમૃદ્ધ અને મજબૂત બનશે.
નિત્રા, સ્લોવાકિયામાં અમારી ભાવિ પેઢીના ઉત્પાદન એકમનો આજનો શુભારંભ જેગુઆર લેન્ડ રોવર માટે ઉત્પાદનમાં નવા યુગનો આરંભ આલેખિત કરે છે. અમારા લાંબી મુદતના વૈશ્વિકીકરણના કાર્યક્રમમાં આ નવી સિદ્ધિ છે અને ચાર વર્ષના નિયોજનનું ફળ છે. યુકે, ચીન, બ્રાઝિલ, ભારત અને ઓસ્ટ્રિયામાં સ્થિત અમારા મોજૂદ ઉત્પાદન એકમો સાથે સ્લોવાકિયામાં અમારા વડામથકે આ હાઈ- ટેક પ્લાન્ટ યુકેમાં અમારા કોર્પોરેટ, આરએન્ડડી અને એન્જિનિયરિંગ કામગીરીઓ માટે પૂરક અને આધારરૂપ છે.
સ્લોવાકિયામાં ઉત્પાદન
જેગુઆર લેન્ડ રોવરે હાલમાં નિત્રામાં આશરે ૧૫૦૦ લોકોને રોજગાર આપ્યો છે અને તેમાંથી ૯૮ ટકા સ્લોવાકના નાગરિકો છે અને ૩૦ ટકા સ્ત્રીઓ છે. નિત્રામાં વિશ્વ કક્ષાની ટીમ સાથે જોડાવા માટે વધુ ૮૫૦ લોકો માટે નવેમ્બરમાં સ્થાનિક ભરતી કરવા માટે તેનો બીજો તબક્કો શરૂ કરશે.
સર્વ ઉત્પાદન કર્મચારીઓએ કંપનીની પ્રથમ દરિયાપારની તાલીમ એકેડેમીમાં બીસ્પોક ૧૨ સપ્તાહનો તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો છે, જે ૭.૫ મિલિયન યુરોનું રોકાણ આલેખિત કરે છે. પ્રો. ડો. સ્પેથ વધુમાં જણાવે છે, અમારું વૈવિધ્યપૂર્ણ કાર્યબળ વાહન અને વ્યાપક ઉદ્યોગોમાંથી અનુભવની સંપત્તિ લાવે છે. આજે જેગુઆર લેન્ડ રોવરના વૈશ્વિક પરિવારમાં અમારી સ્લોવાકની ટીમનું વિધિસર સ્વાગત કરવામાં મને બેહદ ખુશી થાય છે.
નવું ૩ લાખ ચોરસમીટરમાં પથરાયેલું એકમ વર્ષમાં ૧.૫૦ લાખ વાહનોની વાર્ષિક ક્ષમતા સાથે સ્લોવાકિયામાં એલ્યુમિનિયમ ઉત્પાદન અને એન્જિનિયરિંગ નિપુણતામાં આગેવાન છે. તેના ગ્રાહકોને હાઈ ટેકનોલોજી હલકા વજનનાં વાહનો પ્રદાન કરવાની કંપનીની હાલની કટિબદ્ધતાને ટેકો આપતાં પ્રથમ લેન્ડ રોવર ડિસ્કવરી સપ્ટેમ્બરમાં પ્રોડકશન લાઈનમાંથી બહાર પાડવામાં આવી હતી.
એકમમાં અત્યાધુનિક ટેકનોલોજીઓ છે અને પારંપરિક કન્વેયન્સ સિસ્ટમ્સ કરતાં ૩૦ ટકા વધુ ઝડપી ટ્રાન્સફર ટાઈમ ધરાવતી કુકાઝ પલ્સ કેરિયર સિસ્ટમ ઉપયોગ કરનાર યુરોપમાં પ્રથમ છે. તેની પાસે ઉચ્ચ ઓટોમેટેડ પેઈન્ટ શોપ પ્રોસેસ પણ છે, જે સર્વોચ્ચ ગુણવત્તાની ખાતરી રાખે છે અને પર્યાવરણ પર લઘુતમ પ્રભાવ પડે છે.
ભવિષ્યને ધ્યાનમાં રાખતાં ફેક્ટરી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે અસલ સમયના ડેટાનો ઉપયોગ કરીને શોપ ફ્‌લોર વિઝ્યુઅલાઈઝેશન જેવી સ્માર્ટ, કનેક્ટેડ ઉત્પાદન ટેકનોલોજીઓ અભિમુખ બનાવવા માટે સાનુકૂળતા સાથે ડિઝાઈન કરવામાં આવી છે, જે સુધારિત પ્રક્રિયા કાર્યક્ષમતા, ડિલિવરી અને ગુણવત્તામાં ટેકો આપશે.
સ્લોવાકિયા પાસે સ્થાપિત પ્રીમિયમ ઓટોમોટિવ ક્ષેત્ર છે, જે દેશના એકંદર ઉદ્યોગમાં ૪૪ ટકા આલેખિત કરે છે. નજીકમાં પુરવઠાકારોના સ્થાપિત નેટવર્ક સાથે જેગુઆર લેન્ડ રોવર સ્લોવાકિયામાં ઓમોટિવ પુરવઠા શૃંખલામાં સેંકડો હજારો વધારાની નોકરીઓ પ્રદાન કરવા માટે નિત્રામાં લેન્ડ રોવર ડિસ્કવરીના ઉત્પાદનમાં ટેકો આપવા માટે સીટ્‌સ અને વ્હીલ્સ જેવાં અનેક કમ્પોનન્ટ્‌સને સ્રોત અને સ્થાનિકીકરણ કરે છે.
સમુદાયમાં
જેગુઆર લેન્ડ રોવર દુનિયાભરમાં તેનાં ઉત્પાદન એકમોની નજીક સમુદાયો સાથે નિકટતાથી કામ કરે છે.
છેલ્લા છ મહિનામાં જેગુઆર લેન્ડ રોવરે નિત્રા અને આસપાસના સમુદાયોમાં લગભગ ૫૦૦ સ્વયંસેવી કલાકો પ્રોજેક્ટોને આપ્યા છે. નિત્રાના પ્રથમ થેરાપ્યુટિક સેન્સરી રૂમ સહિત ૧૨ સ્થાનિક પ્રોજેક્ટને ટેકો આપવા માટે તેનો સૌપ્રથમ કર્મચારી ગ્રાન્ટ પ્રોગ્રામ રજૂ કર્યો છે અને હાલમાં જ ભવિષ્યમાં સ્થાનિક પ્રોજેક્ટોને ટેકો આપવા
આભાર – નિહારીકા રવિયા માટે પોન્ટિસ ફાઉન્ડેશન સાથે સહયોગમાં નવું એન્ડોવમેન્ટ ફંડ શરૂ કર્યું છે.
છેલ્લાં ત્રણ વર્ષમાં જેગુઆર લેન્ડ રોવરે સ્લોવાકિયામાં ઓટોમોટિવ એન્જિનિયરોની ભાવિ પેઢીને પ્રેરણા આપવા માટે નવા શૈક્ષણિક કાર્યક્રમો પ્રદાન કર્યા છે.
નવેમ્બરમાં ત્રીજા વર્ષ માટે સ્લોવાકિયામાં લેન્ડ રોવર ૪ ટ ૪ ઈન સ્કૂલ્સ સ્પર્ધા યોજાશે. સ્લોવાકિયાની ૧૦ સ્કૂલ કપરા ઓફફ- રોડ ટેસ્ટ માર્ગોને હાથ ધરવા માટે સક્ષમ રિમોટ કંટ્રોલ ફોર વ્હીલ ડ્રાઈવ વાહન ડિઝાઈન અને નિર્માણ કરવા માટે આ વર્ષની સ્પર્ધામાં ભાગ લેશે. ઉપરાંત જેગુઆરની પ્રાઈમરી સ્કૂલ ચેલેન્જ આ વર્ષે પહેલી વાર સ્લોવાકિયામાં યોજાશે.
આ કાર્યક્રમો કાર્ય વિશ્વ જીવંત બનાવવા અને યુવાનોને ઉપલબ્ધ કારકિર્દીની શ્રેણીઓ વિશે જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.
યુરોપમાં જેગુઆર લેન્ડ રોવર
યુરોપમાં ૪૨ દેશોમાં લગભગ ૮૦૦ આઉટલેટ્‌સ સાથે સૌથી વધુ જેગુઆર લેન્ડ રોવર રિટેઈલરો છે. ૨૦૧૮માં આરંભથી જેગુઆર લેન્ડ રોવરે યુરોપમાં ૯૪,૦૦૦થી વધુ વાહનો વેચ્યાં છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here