જેમને કૉંગ્રેસ પસંદ છે ભગવાન તેમને રાહુલ જેવો દીકરો આપે: અનુપમ ખેર

0
515

એજન્સી-નવી દિલ્હી

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર તાજેતરમાં જ ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાનાં અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યા બાદ ચર્ચામાં રહ્યા હતા. હવે તેમની તરફથી ફોરવર્ડ કરવામાં આવેલો એક મેસેજ ચર્ચામાં છે. આ મેસેજમાં ચૂંટણીમાં પોતાના પારસ્પરિક સંબંધો ખરાબ ન કરવાની સલાહ આપવામાં આવી છે. તેમણે મેસેજમાં લખ્યું છે, ‘ચૂંટણીમાં પારસ્પરિક સંબંધો ન બગાડશો. જેમને ભાજપા પસંદ છે તેમને ભગવાન નરેન્દ્ર મોદી જેવો દીકરો આપે અને જેમને કૉંગ્રેસ પસંદ છે તેમને રાહુલ જેવો.’ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર મેસેજને ફોરવર્ડ કરતા અનુપમ ખેરે લખ્યું છે કે, ‘કૃપા કરીને આ ફોરવર્ડેડ મેસેજનો અલગ અર્થ ના લેતા. જેવો આવ્યો છે, તેવી રીતે જ પોસ્ટ કરી રહ્યો છું. આભાર.’

આ મેસેજમાં ચૂંટણીમાં પોતાના પારસ્પરિક સંબંધો ખરાબ ન કરવાની સલાહ આપવામાં આવી

આ ટ્વીટને લઇને યૂઝર્સ અનુપમ ખેરને મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે ‘આના પર એક જુનું ગીત યાદ આવી રહ્યું છે-સમજને વાલે સમજ ગએ હૈ, ના સમજે વો અનાડી હૈ.’તો એક અન્ય યૂઝરે અનુપમ ખેર પર હાલની સરકારનો પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે. કેટલાક લોકો ગંદી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. અનુપમ ખેરે ઓક્ટોબર મહિનામાં પુણેમાં સ્થિત ભારતીય ફિલ્મ અને ટેલીવિઝન સંસ્થાનાં અધ્યક્ષ પદથી પોતાની નિયુક્તિનાં એક વર્ષ પછી રાજીનામુ આપ્યું હતુ. આ પાછળનું કારણ તેમણે પોતાના ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ માટે પોતાનું કમિટમેન્ટે ગણાવ્યું હતુ. આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની તારીફ કરીને પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા. અનુપમ ખેરના રાજીનામાં પર FTTIના પૂર્વ ચેરમેન ગજેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે તેઓ દેશસેવા માટે તૈયાર છે.

‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહનું પાત્ર ભજવી રહેલા અનુપમ ખેરે જણાવ્યું હતું કે, “ઇતિહાસ કૉંગ્રેસ નેતા મનમોહનસિંહને ખોટા નહીં સમજે.” તેમણે જણાવ્યું હતુ કે યૂપીએ શાસન  દરમિયાન થયેલા કૌભાંડો પર તેમના વિચાર બદલાયા નથી, પરંતુ મનમોહનસિંહની ઈમાનદારી પર પ્રશ્નો ના ઉઠાવી શકાય. નોંધનીય છે કે નરેન્દ્ર મોદી સરકાર તરફથી અનૂપમ ખેરની ગત વર્ષે ઑક્ટોબરમાં પ્રતિષ્ઠિત એફટીઆઈઆઈના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમના પત્ની કિરણ ખેર પણ ચંડીગઢથી હાલમાં ભાજપ સાંસદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here