ટાઇગર સિરિઝની ત્રીજી ફિલ્મની તૈયારી ચાલુ છેઃ અલી અબ્બાસ ઝફર

0
648
entertainment ali abbas zafar is preparing for salman khan tiger 3
entertainment ali abbas zafar is preparing for salman khan tiger 3

(જી.એન.એસ.)મુંબઈ,તા.૨૯
મોખરાના ફિલ્મ સર્જક અલી અબ્બાસ ઝફરે કહ્યૂં હતું કે ટાઇગર સિરિઝની ત્રીજી કડીની તૈયારી હાલ ચાલી રહી છે. અમે આ સિરિઝને આગળ વધારવાના છીએ.
સલમાન ખાન અને કેટરિના કૈફને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ટાઇગર સિરિઝનો આરંભ ૨૦૧૨માં એક થા ટાઇગર ફિલ્મથી થયો હતો. આ ફિલ્મની પરાકાષ્ઠામાં ટાઇગર (સલમાન ખાન)ને મૃત્યુ પામતો દેખાડાયો હતો એેટલે એની સિક્વલ બનાવતી વખતે ફિલ્મને ટાઇટલ અપાયું હતું કે ટાઇગર જિંદા હૈ.
પરંતુ ટાઇગરની સિક્વલથી ડાયરેક્ટર તરીકે સુલતાન ફેમ અલી અબ્બાસ ઝફર આવ્યા હતા. ટાઇગર જિંદા હૈ હિટ નીવડયા બાદ અલી અબ્બાસ ઝફરે સલમાનને લઇને ભારત ફિલ્મ બનાવવા માંડી હતી જે લગભગ તૈયાર છે. આ ફિલ્મમાં સલમાન દેશભક્ત તરીકે રજૂ થવાનો છે અને પંદર સોળ વર્ષના ટીનેજરથી માંડીને ૭૫ વર્ષના વૃદ્ધ સુધીની ભૂમિકા એ આ ફિલ્મમાં ભજવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here