ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

0
563

ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા ફણ તેમની સાથે હાજર રહી હતી. જાડેજાએ ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદી સાથે મુલાકાતની તસવીર પોસ્ટ કરી છે. સાથે જ રવિન્દ્ર જાડેજાએ લખ્યું કે, આ તેમના માટે ગર્વની ક્ષણ હતી. જ્યારે તેઓ દેશના વડાપ્રધાનને મળ્યા. આ સિવાય તેમણે પોતાની પોસ્ટમાં પીએમ મોદી માટે સાહેબ શબ્દનો ઉપીયોગ કર્યો. જાડેજાએ પીએમને સમય આપવા બદલ તેમનો આભાર પણ માન્યો હતો.

ત્યાં જ પીએમ મોદીએ પણ બેઠક બાદ આ કપલ સાથે પોતાની તસવીર ટ્વીટ કરી હતી, મોદીએ ટ્વીટ કર્યુ,’પ્રખ્યાત ક્રિકેટર રવિન્દ્ર સિંહ જાડેજા અને તેમની પત્ની રિવાબા સાથે શાનદાર વાતચીત થઇ.’

નોંધનીય છે કે, ગત કેટલાક સમય પહેલા રાજપુત કરણી સેનાએ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર સિંહ જાડેજાની પત્ની રિવાબા જાડેજાને પોતાના ગુજરાત એકમના મહિલા વિંગના અધ્યક્ષ નિયુક્ત કર્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here