ડૉલર સામે રૂપિયામાં સાધારણ ત્રણ પૈસાનો સુધારો

0
128
તેમ જ વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪૯ ટકા વધીને બેરલદીઠ ૬૧.૩૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તેમ જ વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪૯ ટકા વધીને બેરલદીઠ ૬૧.૩૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો અટકવાની સાથે કામકાજો મર્યાદિત રહેતાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધથી સાધારણ ત્રણ પૈસાના સુધારા સાથે ૭૨.૮૪ની સપાટીએ બંધ રહ્યો હતો.બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૨.૮૭ના બંધ સામે ગઈકાલની જ ૭૨.૮૭ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૨.૮૮ અને ઉપરમાં ૭૨.૮૧ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ત્રણ પૈસાના સુધારા સાથે ૭૨.૮૪ના મથાળે બંધ રહ્યો હતો.ડૉલર સામે રૂપિયો ૭૨.૭૫થી ૭૩.૧૫ની રેન્જમાં અથડાઈ રહ્યો છે અને વૈશ્ર્વિક આર્થિક સુધારાનો આશાવાદ તથા સ્થાનિક મૂડી બજારમાં વિદેશી ફંડોનો આંતરપ્રવાહ જળવાઈ રહેવાની શક્યતાને ધ્યાનમાં લેતાં રૂપિયામાં સુધારાની શક્યતા જણાય છે, પરંતુ રિઝર્વ બૅન્ક ૭૨.૮૦થી ૭૫.૭૫ની રેન્જમાં હસ્તક્ષેપ કરતી હોવાને કારણે રૂપિયામાં સુધારો મર્યાદિત રહેતો હોવાનું એમ્કે ગ્લોબલ ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું.પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી સાધારણ ૦.૦૧ ટકા ઘટીને ૯૦.૪૨ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ૧૯.૬૯ પૉઈન્ટ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ૨.૮૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪૯ ટકા વધીને બેરલદીઠ ૬૧.૩૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, ગઈકાલે સ્થાનિક મૂડી બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૩૦૦.૬૫ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશને કારણે રૂપિયો ગબડતો અટક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here