તા.10થી 12 ડિસેમ્બરે ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’નું આયોજન

0
886
બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મોત્સવ નિમિત્તે ‘સ્વામિનારાયણ નગર’માં તા.૧૦, ૧૧, ૧૨ એમ ત્રણ દિવસીય ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૮.૦૦થી ૧૨.૩૦ દરમિયાન તેનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્વામિનારાયણ નગર ખાતે જે ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’ સંપન્ન થશે તે અક્ષર અને પુરુષોત્તમની વૈદિક પરંપરાને સમર્પિત આ યજ્ઞ અહીં થશે. સાથોસાથ વિશ્વભરનાં જીવોને, બધા જ દેશોમાં અને ત્યાંના લોકોની સુખાકારી માટે પણ પ્રાર્થના કરવામાં આવશે. ખાસ કરીને વિશિષ્ટ આહુતિ અર્પણ કરવામાં આવશે.  બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવનની પળેપળ પરોપકાર અને વિશ્વશાંતિ માટે અખંડ પસાર કરી છે.
સૌને પ્રેરણા પણ આપી કે ‘બીજાના ભલામાં આપણું ભલું છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here