‘દબંગ-૩’ ફિલ્મમાં સલમાન ખાનના જમણા હાથ તરીકે તેલુગુ કોમેડિયન અલી બાશા દેખાશે

0
468
south Indian comedian ali basha will be seen in dabangg-3 with salman khan
south Indian comedian ali basha will be seen in dabangg-3 with salman khan

(જી.એન.એસ)મુંબઇ,
અનેક વિવાદોની વચ્ચે ‘દબંગ-૩’ ફિલ્મનું શૂટિંગ જોરોશોરોથી ચાલી રહ્યું છે. તેલુગુ ફિલ્મોના ફેમસ કોમેડિયન અલી બાશા હવે સલમાન ખાનની આ એક્શન ફિલ્મમાં દેખાશે. ૫૦ વર્ષીય એક્ટરનું આખું નામ મોહમ્મ્દ અલી બાશા છે.
પ્રભુદેવાના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં કન્નડ એક્ટર કિચ્ચા સુદીપ વિલનના રોલમાં દેખાશે, જ્યારે કોમેડિયન અલી બાશા સલમાન ખાનનો જમણો હાથ બનશે. આમ, અલી પણ આ ફિલ્મમાં લીડ રોલમાં નજરે પડશે. ‘દબંગ’ ફિલ્મમાં પણ અલીએ સાંબા એટલે કે પવન કલ્યાણના નજીકના વ્યક્તીનો રોલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે અલીએ આની પહેલાં હિન્દી ફિલ્મ ‘ટોટલ ધમાલ’માં તમિલ ગાઈડનો રોલ કર્યો હતો. થોડા સમય પહેલાં અલી સાઉથ ઈન્ડીયન એક્ટર પવન કલ્યાણ સાથેની મિત્રતાને લઈને ચર્ચામાં હતા.
સોશિયલ મીડિયામાં અલી અને તેના પરિવારનો સલમાન ખાન સાથેનો ફોટો વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટામાં અલીએ પોલીસનો યુનિફોર્મ પહેર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here