દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની હાઇ કોર્ટે જામીન અરજી ફગાવી

0
138
.વિપુલ ચૌધરી દ્વારા કરાયેલી રેગ્યુલર જામીન અરજીની સુનાવણીમાં તેમના વકીલે ૫મી જાન્યુઆરીએ ચૂંટણી હોવાથી ત્યાં સુધીના વચગાળાના જામીન આપવામાં આવે એવી માગ કરી હતી
.વિપુલ ચૌધરી દ્વારા કરાયેલી રેગ્યુલર જામીન અરજીની સુનાવણીમાં તેમના વકીલે ૫મી જાન્યુઆરીએ ચૂંટણી હોવાથી ત્યાં સુધીના વચગાળાના જામીન આપવામાં આવે એવી માગ કરી હતી

અમદાવાદ: મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના જામીન ગુજરાત હાઈ કોર્ટે ફગાવી દીધી છે. આગામી ૫મી જાન્યુઆરીએ યોજાનારી દૂધસાગર ડેરીની ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે વચગાળાના જામીન આપવાની માગ ગુજરાત હાઈ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.વિપુલ ચૌધરી દ્વારા કરાયેલી રેગ્યુલર જામીન અરજીની સુનાવણીમાં તેમના વકીલે ૫મી જાન્યુઆરીએ ચૂંટણી હોવાથી ત્યાં સુધીના વચગાળાના જામીન આપવામાં આવે એવી માગ કરી હતી. જોકે કોર્ટ દ્વારા આ માગને ફગાવી દેવામાં આવી છે. આ સિવાય રેગ્યુલર જામીન અરજી મુદ્દે સરકારને નોટિસ પાઠવીને ખુલાસોમાગ્યો છે.વિપુલ ચૌધરી તરફથી હાઈ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તેમનું ચૂંટણીમાંથી ડિસ્ક્વોલિફિકેશન થયુંનથી, જેથી તેમને વચગાળાના જામીન આપવામાં આવે.
જોકે સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે સીઆઇડી ક્રાઈમની તપાસ મહત્ત્વપૂર્ણ તબક્કા પર છે અને અરજદાર વિપુલ ચૌધરી પ્રભાવશાળી વ્યક્તિ હોવાથી તે ચૂંટણીને અસર પાડી શકે છે. હાઇ કોર્ટે બંને પક્ષે દલીલ સાંભળ્યા બાદ વિપુલ ચૌધરીના જામીન ફગાવીદીધા છે.બીજી બાજુ દૂધસાગર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં જોડિયા દૂધ મંડળીની હાઇ કોર્ટમાં ગુરૂવારે સુનાવણી હાથ ધરાતાં કોર્ટે મંડળીને હાલપૂરતો ક-વર્ગ ધ્યાનમાં નહીં લેવા હુકમ કર્યો છે.જ્યારે ઉમેદવાર વિપુલ ચૌધરી સામે થયેલી વાંધા અરજીની મોડી સાંજે થયેલી સુનાવણી બાદ ચૂંટણી અધિકારીએવિપુલ ચૌધરીને માન્ય ઉમેદવાર તરીકે ગણી રાત્રે હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here