ધોની ન રમે ત્યારે વિરોધી ટીમને અલગ પ્રકારનું બૂસ્ટ મળે છેઃ રોહિત શર્મા

0
1001
ipl 2019 rohit sharma says it was a massive boost that msd wasn't around
ipl 2019 rohit sharma says it was a massive boost that msd wasn't around

(જી.એન.એસ.)ચેન્નાઈ,તા.૨૭
મુંબઈ ઇન્ડીયન્સે શુક્રવારે હાલની વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સને ૪૬ રને હાર આપી હતી.આ ચેન્નઈની આ સીઝનમાં પોતાના ઘરમાં પ્રથમ હાર છે. આ પહેલા તેણે પોતાના ઘરમાં પાંચ મેચ રમ્યા હતા અને તમામમાં જીત મેળવી હતી. ધોની ટીમમાં ન હોવા પર સુરેશ રૈનાને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.
સુરેશ રૈનાએ હારની જવાબદારી લેતા કહ્યું કે, અમે મેચમાં સારી બેટિંગ ન કરી અને દરેક બીજી ત્રીજી ઓવરમાં વિકેટ ગુમાવી. જેના કારણે અમારે હારનો સામનો કરવો પડ્યો. એક બેટ્‌સમેન યૂનિટ તરીકે અમારે એની જવાબદારી લેવી પડશે.
સીએસકેના કેપ્ટન ધોનીના ન હોવા પર મુંબઈ ઇન્ડીયન્સના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, જ્યારે પણ ધોની ન રમે ત્યારે વિરોધી ટીમને એક અલગ પ્રકારનું બૂસ્ટ મળે છે. ખાસ કરીને જ્યારે તે ન હોય અને તેની ટીમે ટાર્ગેટનો પીછો કરવાનો હોય તો તેમના માટે મુશ્કેલી વધી જાય છે. જાકે તે બીમાર હતા અને તેના પર કોઈનું કંઈ ન ચાલે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here