પેપર લીક: લાખો યુવાનોના ભાવિ સાથે ચેડા કરનારા ભાજપના કાર્યકરો સહિત ષડયંત્રકાર કોણ

0
572

પોલીસ લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતા રવિવારના રોજ પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. જેમાં યશપાલસિંહ સોલંકી, રૂપલ શર્મા,  મનહર પટેલ, મુકેશ ચૌધરી તેમજ વાયરલેસ પીએસઆઈ પી વી પટેલ આરોપી સાહિત થયા છે. આ પાંચ આરોપીઓમાંથી ચારની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે યશપાલ સિંહની શોધખોળ ચાલી રહી છે. તો જાણો કે કોણ છે એ પાંચ નરાધમો કે જેમણે નવ લાખ વિદ્યાર્થીઓના જીવન સાથે ગંદી મજાક કરી છે. પેપર લીક થવાના કારણે ગુજરાતના ખૂણે-ખૂણાથી આવેલ વિદ્યાર્થીઓને ખૂબ હાલાકી ભોગવવી પડી છે.

યશપાલસિંહ સોલંકી: 

લુણાવાડાના છાપરી મુવાડ ગામમાં રહેતો યશપાલસિંહ સોલંકી વીએમસીમાં કોન્ટ્રાક્ટર પર નોકરી કરી રહ્યો છે. યશપાલે જ આ પેપલ લીક કર્યા હોવાનું જાણવા મળ્યું છે. તેણે પેપરની ચોરી કરીને દિલ્હીમાં જઈને પેપરના જવાબો લઈ આવ્યો હતો. યશપાલે આ એક પેપર અંદાજે પાંચ લાખમાં વેચ્યું હતું જેના નાણા પરીક્ષા પાસ કર્યા બાદ ઉમેદવારે ચુકવવાના હતા.

મનહર રણછોડભાઈ પટેલ: 

સાબરકાંઠા જિલ્લાના અરજણ વાવ ગામનો રહેવાસી મનહર પટેલની ઉંમર ૪૩ વર્ષ છે. મનહર પટેલે ભાજપમાંથી બાયડ નગરપાલિકાની ચૂંટણી લડી ચૂક્યો છે. ગાંધીનગરના સરકારી અધિકારીઓ સાથે તેની સારી ઓળખાણ હોવાનું પણ જાણવા મળ્યું છે. પેપર લીક કેસમાં મનહર પટેલનું નામ ઉછળતા તેમને ભાજપમાંથી તગેડી મુકવામાં આવ્યો છે.

મુકેશ મૂળજીભાઈ ચૌધરી: 

બનાસકાંઠા જિલ્લાનાં વડગામ તાલુકાનાં એંદ્રાણા ગામના રૂપાવટ વાસના રહેવાસી મુકેશ ચૌધરીની ઉંમર ૨૮ વર્ષ છે. પેપર લીક કરીને દિલ્હીથી આન્સર કી લાવીને યશપાલ સિંહના સાગરીત જયેશ પટેલે આન્સર કી મુકેશ ચૌધરીને સોંપી હતી. તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. પેપર લીક કેસમાં મુકેશ ચૌધરીનું નામ જાહેર થતા તેમની પણ ભાજપે હકાલપટ્ટી કરી છે.

રૂપલ શર્મા: 

૩૬ વર્ષીય પદ્માવતી ઉર્ફે રૂપલ શર્મા ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલમાં રહે છે. રૂપલ શર્મા મૂળ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના બિલોદરા ગામની વતની છે. રૂપલ શર્મા પોતે પણ આ પરીક્ષાની ઉમેદવાર હતી. રૂપલ શર્મા એક નિવૃત્ત પીએસઆઈની દીકરી છે. રૂપલ શર્મા પોતાના પતિથી છૂટાછેડા લઈને હોસ્ટેલમાં પોતાના બે બાળકો સાથે રહેતી હતી.

પ્રેમજીભાઈ વાલજીભાઈ પટેલ: 

વાયરલેસ પીએસઆઈ પી. વી. પટેલ મૂળ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના વતની હતા.  PSI હાલમાં ગાંધીનગરના કુડાસણ ખાતે શુભ ડેવલોપ રીહાઈટના સોસાયટીના રહેવાસી છે. ૪૮ વર્ષીય પીવી પટેલ હાલમાં ડીએસપી ઓફીસમાં ફરજ બજાવી રહ્યા છે. આ પહેલા તેઓ પોલીસ ભવન ખાતે અને પોલીસ ભરતી બોર્ડમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here