ફૂડપાંડાનું 50 શહેરમાં વિસ્તરણઃ ભારતનું સૌથી વ્યાપક ફૂડ ડિલિવરી નેટવર્ક બન્યું

0
571

ફૂડપાંડાનું 50 શહેરમાં વિસ્તરણઃ ભારતનું સૌથી વ્યાપક ફૂડ ડિલિવરી નેટવર્ક બન્યું

~ ઝડપી વિસ્તરણ યોજનાના ભાગરૂપે મહિનામાં 100 શહેરોમાં પહોંચવાનું લક્ષ્ય ~

ફૂડપાંડાનું ડિલિવરી નેટવર્ક હવે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત બધાં મુખ્ય શહેરોમાં લાઈવ છે.

ગુજરાત, 26મી ઓક્ટોબર, 2018: ભારતની સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી ફૂડ ડિલિવરી કંપની ફૂડપાંડાએ આજે 30 વધુ શહેરોમાં તેનું ડિલિવરી નેટવર્ક શરૂ કર્યું હોવાની જાહેરાત કરી હતી, જે સાથે તેની દેશભરમાં હાજરી 50 શહેરોમાં પહોંચી છે. ગુજરાતમાં ઊંડાણમાં પહોંચ વધારતા ફૂડપાંડાનું ડિલિવરી નેટવર્ક હવે ભાવનગર, જામનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવાં શહેરોમાં સક્રિય છે. ઉપરાંત નેટવર્ક શરૂ કરાયું છે તે મુખ્ય શહેરોમાં અજમેર, બિકાનેર, જોધપુર, કોટા, ઉદયપુર, મથુરા, મીરૂત, આગ્રા, અલાહાબાદ, કાનપુર, બરેલી, અમૃતસર, લુધિયાણા, જાલંધર, દહેરાદુન, ઔરંગબાદ, ભોપાલ વગેરેનો સમાવેશ થાય છે. ફૂડપાંડા નવેમ્બર અંત સુધી 100 શહેરોમાં પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે.

50 શહેરોમાં વિસ્તરણ સાથે ફૂડપાંડાનું ડિલિવરી નેટવર્ક હવે મંચ પર જોડાયેલા 1,25,000થી વધુ ડિલિવરી ભાગીદારો સાથે દેશમાં સૌથી વિશાળ છે. લગભગ 150 મિલિયન ભારતીયો આ 50 શહેરોમાં એકત્રિત વસવાટ કરે છે, જેઓ હવે ફૂડપાંડા એપ પર તેમની આસપાસમાંથી ઉત્તમ ખાદ્યના અનુભવને પહોંચ મેળવી શકશે. ફૂડપાંડા અજમેર, બિકાનેર, મથુરા, રાજકોટ, જબલપુર, ઉજ્જૈન, મિરુત સહિત આ પચાસ શહેરોમાંથી તેરમાં પ્રથમ ફૂડ ડિલિવરી મંચ છે.

ફૂડપાંડા ઈન્ડિયાના સીઈઓ પ્રણય જીવરાજકાએ જણાવ્યું હતું કે દેશભરનાં 50 શહેરોમાં અમારા વિસ્તરણ વિશે અમે ભારે રોમાંચિત છીએ, જે સાથે ભારતનાં આ ઘણાં બધાં શહેરોમાં મોજૂદગી ધરાવનાર તે એકમાત્ર ફૂડ ડિલિવરી મંચ બન્યું છે. અમારું નેટવર્ક બધાં મહાનગરો અને ટિયર 1 અને 2 શહેરોને દેશભરમાં આવરી લેતાં હોવાથી આ નહીં પહોંચી શકાયેલાં શહેરોમાં લાખ્ખો પ્રથમ વારના ગ્રાહકોને ઘેરબેઠા ડિલિવરી કરીને ઉત્કૃષ્ટ ખાદ્યનો અનુભવ કરાવવા અમે ભારે રોમાંચિત છીએ. અમે ઝડપથી વિસ્તરણ કરવાનું ચાલુ રાખીશું છું અને ભારતનું સૌથી વિશાળ અને સૌથી અગ્રતાનું ખાદ્ય અનુભવ મંચ નિર્માણ કરવા પર કેન્દ્રિત રહીને મહિનામાં કમસેકમ 100 શહેરોમાં પહોંચવાનું લક્ષ્ય છે.

તેમણે ઉમેર્યું હતું કે ફૂડપાંડા ઓલા મંચ પર સંપૂર્ણ એકીકૃત છે, જેથી શહેરોમાં સ્થાનિકો અને ગ્રાહકોની અગ્રતાઓને તે ઊંડાણથી જાણી શકે છે. અમે માનીએ છીએ કે આ ઝડપી ભૌગોલિક વિસ્તરણને લીધે દેશભરના અબજો ભારતીયો માટે અનોખો ખાદ્ય અનુભવ નિર્માણ કરવાની અમને ઉત્તમ તક મળશે.

ચંડીગઢ, ઈન્દોર, લખનૌ, જયપુર અને નાગપુર જેવાં બિન- મહાનગરી શહેરો આરંભથી જ ફૂડપાંડા માટે સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી બજાર તરીકે ઊભરી આવ્યા છે, જે આવાં શહેરોમાં ઉત્કૃષ્ટ ખાદ્ય અનુભવ માટે વ્યાપક જરૂરત પર ભાર આપે છે. વિસ્તરણના આગામી તબક્કામાં ફૂડપાંડાનું ડિલિવરી નેટવર્ક દેશના પૂર્વીય અને દક્ષિણીય ભાગોમાં ગતિ પ્રાપ્ત કરશે.

ફૂડપાંડા વિશે

ફૂડપાંડા 2012થી ખાદ્યના શોખીનોને સંતોષતું ભારતમાં અવ્વલ ખાદ્ય અનુભવ મંચ છે. ભારતના સૌથી વિશાળ મોબિલિટી મંચ- ઓલાના ભાગરૂપે અમે એકત્રિત રીતે દેશભરના 150 મિલિયનથી વધુ ગ્રાહકો સુધી પહોંચ ધરાવીએ છીએ. સ્થાનિક ઈનોવેશન, ટેકનોલોજી, ડિલિવરી લોજિસ્ટિક્સ પર વધુ કેન્દ્રિત રહીને અમે અમારા દરેકેદરેક હિસ્સાધારકો માટે નવો અનુભવ કરાવીએ છીએ, જેમાં ગ્રાહકો, ડિલિવરી ભાગીદારો, રેસ્ટોરાં ભાગીદારોનો સમાવેશ થાય છે. ફૂડપાંડા1,25,000થી વધુ ડિલિવરી ભાગીદારોના સૌથી વિશાળ ફૂડ ડિલિવરી નેટવર્ક સાથે દેશભરના 25,000થી વધુ રેસ્ટોરાં ભાગીદારો પાસેથી દિવસમાં 3,00,000 ઓર્ડરોની પ્રક્રિયા કરતું ભારતનું સૌથી ઝડપથી વૃદ્ધિ પામતું ફૂડ ડિલિવરી મંચ પણ છે.

સંપાદકીય પૂછપરછ માટે કૃપા સંપર્ક કરોઃ

ફૂડપાંડાઃ વર્ણિકા ગુપ્તા – varnika.gupta@foodpanda.in | +91 9999 004 643

MSL:તનુ સોની- tanu.soni@mslgroup.com | 8860764817

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here