બોલિવૂડ ગાયક દલેર મહેંદી ભાજપમાં જાડાયાઃ લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા

0
1010
singer daler mehndi joins bjp
singer daler mehndi joins bjp

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૬
બોલિવુડ ગાયક દલેર મહેંદી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. તેઓએ ઉત્તર પશ્ચિમ દિલ્હીના બીજેપી ઉમેદવાર હંસ રાજ હંસ અને કેન્દ્રીય મંત્રી વિજય ગોયલની ઉપસ્થિતિમાં બીજેપીમાં જોડાયા છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા પંજાબી ગાયક હંસ રાજ હંસ અને એક્ટર સની દેઓલ પણ બીજેપીમાં સામેલ થયા હતા. બીજેપીએ હંસ રાજ હંસને ઉત્તર પશ્ચિમ દિલ્હી અને સની દેઓલને પંજાબના ગુરદારપુરથી ટિકિટ આપી છે. હવે દલેર મહેંદી પણ બીજેપીમાં જાડાઈ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે દલેર મહેંદીને પણ પંજાબની કોઈ સીટથી બીજેપી મેદાનમાં ઉતારી શકે છે.
બિહારના પટનામાં ૧૮ ઓગસ્ટ ૧૯૬૭ના રોજ જન્મેલા દલેરને નાનપણથી જ ગાવાનો શોખ હતો. ૫ વર્ષની ઉંમરીથી જ દલેરે ગાયન કલા શીખવાની શરૂઆત કરી દીધી હતી. વર્ષ ૧૯૯૫માં દલેર મહેંદીએ પોતાનું પહેલું આલ્બમ રેકોર્ડ કર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here