ભાજપ ચૂંટણી હારી રહ્યું છે તેથી લોકોનું ધ્યાન રામ મંદિર તરફ ખેંચે છે

0
630

એજન્સી-લખનઉ

બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ જણાવ્યું કે ભાજપ ચૂંટણી હારી રહ્યું છે અને લોકોનું ધ્યાન બીજે ખેંચવા ભાજપ રામ મંદિરનો મુદ્દો ઉઠાવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે સત્તામાં આવ્યા પછી ભાજપે વર્ષ 2014માં કરવામાં આવેલા  50% વચનો પૂરાં કર્યા નથી.

“કેન્દ્ર અને રાજ્યમાં સરકારની નિષ્ફળતાને લીધે ભાજપ છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ગુમાવી રહ્યું છે. ભાજપ અને પીએમ (નરેન્દ્ર મોદી)ને લાગે છે કે તેઓ સત્તામાં પાછા નહીં આવે. તેમની નિષ્ફળતાથી ધ્યાન હટાવવા માટે તેઓએ રામ મંદિરનો મુદ્દો ઉભો કર્યો છે. જો તેમનો હેતુ સારો રહ્યો હોત તો તેમને પાંચ વર્ષ સુધી રાહ જોવાની જરૂર ન હતી. તેમણે જણાવ્યું આ એક રાજકીય યુક્તિ હતી અને બીજું કંઈ નહીં.

તેમણે જણાવ્યું કે તેમના સહયોગી દળો શિવ સેના અને વીએચપી જે કંઇ પણ કરી રહ્યા છે તે તેમના ષડયંત્રનો ભાગ છે. સુપ્રિમ કોર્ટે રામ મંદિરના મુદ્દાનો જલ્દીથી નિકાલ કરવો જોઈએ. બીએસપી વડાએ વધુમાં જણાવ્યું કે મિશન 2019 માટે ભીમ આર્મી અને બહુજન યુથ જેવી દલિત સંસ્થાઓ “પડદા પાછળ” હરીફ પક્ષો માટે કામ કરી રહી છે.

આ સંસ્થાઓ માત્ર તેમના અને વિરોધીઓના સ્વાર્થની જરૂરિયાતો માટે જ નહીં, પરંતુ અમારા નિર્દોષ લોકોને ઉચ્ચ જાતિના લોકો વિરૂદ્ધ ઉશ્કેરી રહ્યા છે અને નફરત ફેલાવે છે. તેઓ લોકોની લાગણીઓ સાથે રમી રહ્યા છે. આ સાથે તેણે તેના પક્ષના કાર્યકર્તાઓને આ સંગઠનોને ભંડોળ નહીં આપવા ચેતવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here