ભારતમાં ટિકટોક પર પ્રતિબંધથી ચીની કંપનીને રોજનુ સાડા ત્રણ કરોડનુ નુકસાન

0
617
madras highcourt lifts ban from chinies social media app tiktok
madras highcourt lifts ban from chinies social media app tiktok

(જી.એન.એસ.)બેઇજીંગ
સોશ્યલ મીડિયા યુઝર્સમાં લોકપ્રિય બનેલી ટિક ટોક એપ પર ભારતે મુકેલા પ્રતિબંધના પડઘા ચીનમાં પડી રહ્યા છે.
વાત એવી છે કે, ટિક ટોક એપ ચીનની કંપની બીટેન્ડન્સની માલિકીની છે.ભારતે તેના પર મુકેલા પ્રતિબંધ બાદ કંપનીની કમાણીને રોજનો પાંચ લાખ ડોલર એટલે કે સાડા ત્રણ કરોડ રુપિયાનો ફટકો પડી રહ્યો છે.
કમાણીમાં પડેલા ગાબડા બાદ કંપની પોતાના ૨૫૦ જેટલા કર્મચારીઓને છુટા કરે તેવી પણ આશંકા છે.
મદ્રાસ હાઈકોર્ટે આ એપ પર પ્રતિબંધ મુકવાના આપેલા આદેશ બાદ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં છે.પ્રતિબંધ હટી જાય તે માટે કંપનીએ પોતાની તમામ વિગતો સુપ્રીમમાં રજૂ કરી છે.હવે તેના પર વધુ સુનાવણી થવાની છે ત્યારે ભારતમાં હાલ પુરતો તેના પરનો પ્રતિબંધ કંપનીને આર્થિક ફટકો મારી રહ્યો છે. ભારતમાં ટિકટોકના ૩૦ કરોડ યુઝર્સ હોવાનુ મનાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here