મોટરિંગની ખુશી પાછી લાવવા માટે ઘડવામાં આવેલી ટિયાગો જેટીપી અને ટિગોર જેટીપી લોન્ચ કરી

0
876

જેટી સ્પેશિયલ વેહિકલ્સે બ્રાન્ડ જેટીપી રજૂ કરી
મોટરિંગની ખુશી પાછી લાવવા માટે ઘડવામાં આવેલી ટિયાગો જેટીપી અને ટિગોર જેટીપી લોન્ચ કરી

જેટીપી પ્રોડક્ટો ૩ મહ¥વપૂર્ણ પાયા પર આધારિત હશેઃ
• સ્પોર્ટી એક્સટીરિયર અને ઈન્ટીરિયર ડિઝાઈન
• બહેતર એન્જિન આઉટપુટ અને પરફોર્મન્સ
• સુધારિત ડ્રાઈવિંગ ગતિશીલતા અને ઓરલ અનુભવ

કોઈમ્બતુર, ૨૬ ઓક્ટોબર, ૨૦૧૮ઃ ટાટા મોટર્સ અને જયેમ ઓટોમોટિવ્ઝ વચ્ચેનું ૫૦ઃ૫૦ સંયુક્ત સાહસ જેટી સ્પેશિયલ વેહિકલ્સ (જેટીએસવી) દ્વારા રોજબરોજના પ્રવાસ માટે મોટરિંગની ખુશી પાછી લાવવા માટે ટિયાગો જેટીપી અને ટિગોર જેટીપી નામે પરફોર્મન્સ વેહિકલ્સની તેની બહુપ્રતિક્ષિત જેટીપી શ્રેણી લોન્ચ કરવામાં આવી છે. સ્પોર્ટી ડિઝાઈન અને પરફોર્મન્સ સમૃદ્ધ એન્જિન સાથે ટિયાગો જેટીપી અને ટિગોર જેટીપી નવેમ્બર ૨૦૧૮ના આરંભથી ચુનંદી ટાટા મોટર્સ ડીલરશિપ્સ*માંથી મળીપ શકશે,જેમાં ટિયાગો જેટીપીની આરંભિક કિંમત રૂ. ૬.૩૯ લાખ રાખવામાં આવી છે, જ્યારે ટિગોર જેટીપીની આરંભિક કિંમત રૂ. ૭.૪૯લાખ રાખવામાં આવી છે, જે નવી દિલ્હી, એક્સ- શોરૂમ કિંમત છે. ઉપરાંત તહેવારની ખુશી પર સવારી કરતાં મોટર શોખીનો આ કાર આજથી જ રૂ. ૧૧,૦૦૦નું ડાઉન પેમેન્ટ ભરીને ચુનંદી ટાટા મોટર્સ ડીલરશિપ્સમાં બુક કરી શકશે.

પાવર પેક્ડ જેટીપી શ્રેણી લોન્ચ કરવાની જાહેરાત કરતાં ટાટા મોટર્સના પેસેન્જર વેહિકલ્સના પ્રેસિડેન્ટ શ્રી મયંક પરીકે જણાવ્યું હતું કે આજે મોટરિંગ જૂની ઘરેડ જેવું બની ચૂક્યું છે. આવા સમયે અમે અમારા ગ્રાહકોને રોજબરોજના પ્રવાસમાં બહેતર ડ્રાઈવ અનુભવ આપવા માટે કટિબદ્ધ છીએ. જેટીપી શ્રેણીની કાર મોટરિંગનો રોમાંચ અને જોશ જીવંત રાખવા અને કાર ખરીદીનું કોમોડિટાઈઝેશન પલટવા માટે અચૂકતા સાથે ડિઝાઈન અને એન્જિનિયર્ડ કરવામાં આવી છે. ગ્રાહકો તેમના શહેરમાં આ કાર સાથે ડ્રાઈવ અને ડ્રાઈવિંગનો રોમાંચ માણી શકે છે. જેટીપી પ્રોડક્ટોમાં ટિયાગો અને ટિગોર બ્રાન્ડ્‌સનું હેલો ઈફેકશન પણ હશે.

જેટીએસવીના સીઈઓ ગુબ્બી નાગભૂષણે જણાવ્યું હતું કે જેટીએસવીમાં અમે વાહનોની જેટીપી શ્રેણીની પ્રથમ ૨ કાર રજૂ કરવામાં ભારે આનંદિત છીએ. ટિયાગો અને ટિગોર અત્યંત સક્ષમ પ્રોડક્ટો છે, જે પરફોર્મન્સ કાર્સ વિકસાવતી જયેમની ટેકનિકલ ખૂબીઓ સાથે વધુ સમૃદ્ધ છે. શહેરી ગ્રાહકો સાહસના છૂપા શોખ સાથે ડ્રાઈવિંગની ખુશી લેવા માગે છે તેમને ધ્યાનમાં રાખીને ટિયાગો જેટીપી અને ટિગોર જેટીપી ડ્રાઈવિંગનો રોમાંચ ગ્રાહકોને આપવા માટે ઘડવામાં આવી છે.

ટાટા મોટર્સ અને જયેમ ઓટો વચ્ચેનું સંયુક્ત સાહસ અજોડ સ્ટાઈલ્ડ પાર્ટસ સહિત પરફોર્મન્સ કાર્સ ડિઝાઈન અને વિકાસ કરવા પર કેન્દ્રિત છે. સંયુક્ત સાહસથી ઝડપી વિકાસ, વિશિષ્ટ ક્ષમતાઓ અભિમુખ બનાવવાસાથે અસલ પરફોર્મન્સ મોટરિંગની ખૂબીઓને પહોંચ આપે છે.

ટાટા મોટર્સના સાણંદ એકમમાં ઉત્પાદન કરાયેલી ટિયાગો જેટીપી અને ટિગોર જેટીપી ૧.૨ લિ ટર્બોચાર્જડ નવી પેઢીના રેવોટ્રોન પેટ્રોલ એન્જિનથી સમૃદ્ધ છે. આ પરફોર્મન્સ કાર્સ ૧૧૪ પીએસ પાવર અને ૧૫૦ એનએમ ટોર્ક સાથે ડ્રાઈવિંગનો રોમાંચ આપવા માટે ઘડવામાં આવી છે અને સિટી તથા સ્પોર્ટ એમ મલ્ટી ડ્રાઈવ મોડ્‌સમાં મળશે. પરફોર્મન્સ અભિમુખ ઈન્ટેક અને એક્ઝોસ્ટ સિસ્ટમ્સથી સમૃદ્ધ આ વાહનો મહત્તમ ગિયર રેસિયો અને ઉત્કૃષ્ટ એક્સિલરેશન માટે ફાઈનલ ડ્રાઈવ અને ડ્રાઈવરોને ઉત્તમ ડ્રાઈવિંગ અનુભવ આપવામાં મદદરૂપ થવા માટે રોમાંચક પરફોર્મન્સ સાથે આવે છે. અચૂકતાથી ઘડવામાં આવેલા સસ્પેન્શન સેટઅપને સુધારિત ડ્રાઈવિંગ ગતિશીલતા માટે ઘટતા ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે દઢ બનાવવામાં આવી છે. પ્રતિ કલાક ૧૬૦ કિમી મહત્તમ સ્પીડે કેપ્ડ કાર ૧૦ સેકંડમાં પ્રતિ કલાક ૦થી ૧૦૦ કિમી જઈ શકે છે.

જેટીએસવી ઉપયોગ કરે છે તે બેઝ કાર્સ ઈમ્પેક્ટ ડિઝાઈન ફિલોસોફી હેઠળ નિર્માણ કરવામાં આવી છે ત્યારે કસ્ટમ ડિઝાઈનના વ્યૂહાત્મક ઉમેરા સાથે જેટીપી ત¥વો જેટીએસવી પ્રોડક્ટોની ડ્રાઈવ કરવાના રોમાંચની ફિલોસોફીની રેખામાં ડિઝાઈનને વધુ પ્રભાવશાળી બનાવે છે. ડ્રાઈવિંગ કરવા સમયે તે વધારાનો રોમાંચ આપવા માટે આ કરાર ભીતરથી પરફોર્મન્સ અભિમુખ હોવા સાથે ગ્રાહકોને ગતિશીલ સ્પોર્ટી લૂક પણ આપે છે. લાર્જ ગ્રિલ સાથે નવી ફ્રન્ટ એન્ડ ડિઝાઈન સાથે એક્સટીરિયર સ્ટાઈલિંગ, સ્મોક્ડ પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, બોનેટ અને ફેન્ડર વેન્ટ્‌સ, ૧૫ ઈંચ ડાયમંડ કટ એલો વ્હીલ્સ અને ડાયનેમિક સાઈડ માટે સાઈડ સ્કર્ટસ સાથે બહારથી તેને અજોડ લૂક આપે છે. સ્પોર્ટી ઈન્ટીરિયર ડિઝાઈન પર નિર્મિતી એસી વેન્ટ્‌સ પર સ્પોર્ટી છાંટ સાથે સંપૂર્ણ બ્લેક ઈન્ટીરિયર, કોન્ટ્રાસ્ટ રેડ સ્ટિચિંગ સાથે પ્રીમિયમ લેધર રેપ્ડ સ્ટીયરિંગ અને પરફોર્મન્સ એલ્યુમિનિયમ પેડલ્સ સ્પોર્ટી છતાં લક્ઝુરિયસ અહેસાસ પ્રવાસીઓને પ્રદાન કરે છે.

પરફોર્મન્સ વાહનોમાં જેટીપી શ્રેણી સાથે જેટીએસવી ભારતીય ગ્રાહકોમાં મોટરિંગની ખુશી પાછી લાવવાના હેતુ સાથે રોમાંચક, નાવીન્યપૂર્ણ અને આકાંક્ષાત્મક કાર્સ ઓફર કરવા માટે કામ કરે છે.
ટિયાગો જેટીપી અને ટિગોર
જેટીપી પર વધુ વિગતો માટે કૃપા કરીને જોડેની પ્રોડક્ટ નોંધ જુઓ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here