મોડી રાત સુધી સ્માર્ટફોનનો ઉપયોગ ગંભીર બીમારીઓને નોતરે છે

0
739

કૃત્રિમ પ્રકાશથી આંખોની કોશિકાઓ બોડી ક્લોક રિસેટ કરે છે, જેને કારણે ઊંઘ બગડે છે

 
 
એજન્સી, નવી દિલ્હી:
 
સ્માર્ટફોન અને કોમ્પ્યુટરનો કૃત્રિમ પ્રકાશ આપણી ઊંઘ કેવી રીતે ખરાબ કરે છે, તે અંગેની શોધ કરવામાં વૈજ્ઞાનિકોને સફળતા પ્રાપ્ત થઇ છે. વૈજ્ઞાનિકોની આ શોધથી માઇગ્રેન, અનિદ્રા, જેટ લૈગ અને કર્કાડિયન રિધમ વિકારોના નવા ઉપચારોમાં મદદ મળશે.
અમેરિકાની સાલ્ક ઇન્સ્ટીટ્યુટના વૈજ્ઞાનિકોએ શોધમાં એ વાતનો ખુલાસો મેળવ્યો હતો કે, આંખની કોશિકાઓ આસપાસના પ્રકાશને પારખીને તે રીતે પ્રતિક્રિયા આપે છે અને આપણી બોડી ક્લોક (કર્કાડિયન રિધમ તરીકે ઓળખવામાં આવતી શારિરીક પ્રક્રિયાનું નિયમિત ચક્ર)ને ફરીથી સેટ કરે છે. આ કોશિકાઓ મોડી રાતે કૃત્રિમ પ્રકાશના સંપર્કમાં આવે છે ત્યારે આપણા આંતરિક સમય ચક્રને પ્રભાવિત કરે છે. જેના પરિણામે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો ઉદભવ થાય છે.
વૈજ્ઞાનિકોની માહિતી મુજબ તેમની શોધના પરિણામોની મદદથી માઇગ્રેન, અનિદ્રા, જેટ લૈગ(વિમાન મુસાફરીથી લાગેલ થાક અને તે પછી રાત દિવસના અંતરની ઓળખ ન કરી શકવાની સમસ્યા) અને કર્કાડિયન રિધમ વિકારો જેવી ગંભીર સમસ્યાઓના નવા ઉપચારો શોધવામાં મદદરૂપ થશે.
નોંધનીય છે કે, આ વિકારોને કેન્સર, મેદસ્વીતા, ઇન્સુલિન પ્રતિરોધ, પાચન પ્રક્રિયાની અનિયમિતતા અને અન્ય બીમારીઓના કારણ સાથે જોડવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here