મોદી સિવાય કોઈ વડાપ્રધાન માટે લાયક નથી, એમ કહેવું જનતાનું અપમાન છે : માયાવતી

0
1114
Mayawati slams pm Narendra Modi and bjp says they are insulting Indians by saying opposition not having pm candidate
Mayawati slams pm Narendra Modi and bjp says they are insulting Indians by saying opposition not having pm candidate

(જી.એન.એસ)લખનઉ,તા.૨૫
ભાજપ દ્વારા વિપક્ષને સતત પૂછવામાં આવે છે કે તેમના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ છે ? ભાજપના આ સવાલનો જવાબ આપતાં માયાવતીએ કહ્યું કે, મોદી સિવાય કોઈ વડાપ્રધાન માટે લાયક નથી, એમ કહેવું એ દેશની જનતાનું અપમાન છે. ભાજપના નેતાઓ ૧૩૦ કરોડ જનતાનું અપમાન કરે છે. આમ પૂછવું એ અહંકારનું પ્રતીક છે. માયાવતી સિવાય અખિલેશ યાદવે પણ ભાજપને લઈને ટ્‌વીટ કર્યું છે કે, જેમાં તેમણે ભાજપના નેતાઓ અને વડાપ્રધાન મોદી પર સવાલોથી ભાગવાનો આરોપ લગાવ્યો છે.
માયાવતીએ ભાજપના વડાપ્રધાન પદ ઉમદવાર માટે અંગેના સવાલ પર કહ્યું કે, ભાજપ એન્ડ કંપનીના લોકો એમ કહી-કહીને મોદીની તુલનામાં વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ છે, દેશની ૧૩૦ કરોડ જનતાનું અપમાન કેમ કરતાં રહે છે ? એવો જ સવાલ પહેલાં પણ ઉઠાવ્યો હતો કે નહેરુ પછી કોણ ? પરંતુ દેશે તેનો જારદાર જવાબ આપ્યો હતો અને ભવિષ્યમાં પણ આપતો રહેશે.
માયાવતીએ પોતાના બીજા ટ્‌વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવીને લખ્યું કે, વડાપ્રધાન મોદી ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘનના અનેક આરોપ હોવા છતાં ચૂંટણી પંચની મહેરબાનીથી ખુલ્લેઆમ ફરી રહ્યાં છે અને એટલા માટે હવે તેમણે મહિલા સન્માન અને મર્યાદાઓની સીમા ઓળંગવાની શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here