રિલાયન્સ કોમ્યુનિકેશન સામે દેવાળા પ્રક્રિયા પર સ્ટે દૂર થયો

0
598

નવી દિલ્હી, તા. ૩૦
પોતાની બાકી રકમ મેળવવા માટે રિલાયન્સ કોમ્યુનિકેશનની સામે લાંબા સમય સુધી કેસ લડનાર કંપની એરિક્શનને આજે મોટો ફટકો પડ્યો હતો. રિલાયન્સ કોમ્યુનિકેશનની સામે દેવાળા પ્રક્રિયા પર સ્ટેને દૂર કરી દેવામાં આવ્યો છે. એરિક્શનને હવે ૫૭૬ કરોડ રૂપિયા પરત કરવાની ફરજ પડી શકે છે. એરિક્શનને મોટો ફટકો પડી ગયો છે. ટ્રીબ્યુનલે આરકોમની સામે દેવાળા પ્રક્રિયા શરૂ કરવા પર મુકવામાં આવેલા પ્રતિબંધને ઉઠાવી લીધો છે. ત્યારબાદ એરિક્શનને આરકોમ પાસેથી મળેલી બાકીની રકમને પરત આપવાની ફરજ પડી શકે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જેલ જવાથી બચવા માટે અનિલ અંબાણીને એરિક્શનને વ્યાજની સાથે કુલ ૫૭૬ કરોડ રૂપિયા પરત કર્યા હતા.
જÂસ્ટસ એસજે મુખોપાધ્યાયના નેતૃત્વવાળી બે સભ્યોની બેંચે મંગળવારના દિવસે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા આપવમાં આવેલા આદેશને ધ્યાનમાં લઇને અમે અરજી કરનાર આરકોમને અપીલ પરત કરવા માટે મંજુરી આપીએ છીએ. દેવાળા પ્રક્રિયા ઉપર સ્ટે મુકનાર વચગાળાના આદેશને દૂર કરવામાં આવી રહ્યો છે. આરકોમની સામે દેવાળા પ્રક્રિયા હવે મુંબઈની રાષ્ટ્રીય કંપની એનસીએલટીની બેંચમાં ચાલશે. આ પહેલા એનસીએલટીએ કહ્યું હતું કે, આરકોમના દેવાળા પ્રક્રિયા ઉપર સ્ટે ઓર્ડરને દૂર કરી દેવામાં આવ્યો છે. ઓપરેશન ક્રેડિટર્સ તરીકે એરિક્શનને આરકોમ દ્વારા આપવામાં આવેલા નાણાંની ફેર ચુકવણી કરવી પડશે. જા કે, આજે એનસીએલએટીમાં સુનાવણી દરમિયાન આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હતો. એરિક્શને ૧૫૦૦ કરોડ રૂપિયાથી વધુની બાકી રકમ ન ચુકવવામાં આવ્યા બાદ વર્ષ ૨૦૧૭માં આરકોમની સામે દેવાળા પ્રક્રિયા હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here