લોકરક્ષકદળની પરીક્ષા: નવી તારીખ 6 જાન્યુઆરી, ટૂંક સમયમાં કોલ લેટર જાહેર કરાશે

0
1025
અમદાવાદ
૨ ડિસેમ્બરના રોજ પોલીસ લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. પેપર લીક થતા આ પરીક્ષા ફરી વખત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ફરીથી યોજાનારી આ પરીક્ષા ૬ જાન્યુઆરી ૨૦૧૯, રવિવારના દિવસે લેવામાં આવશે તેવી પોલીસ ભરતી બોર્ડ તરફથી જાહેરાત કરી દેવામાં આવી છે. પોલીસની આ પરીક્ષાનું પેપર લીક થતા ઉમેદવારોને ઘરે જવામાં હાલાકીનો ભોગ બનવું પડ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેપર લીક થયા બાદ જાહેરાત કરી હતી કે ફરી વખત પરીક્ષા આપવા આવનાર ઉમેદવારોને એસટીમાં વિનામૂલ્યે મુસાફરીની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ વખતે પરીક્ષામાં પહેલા જેવો કોઈ છબરડો ન થાય તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા ભરતી બોર્ડના વડા વિકાસ સહાયે તારીખની જાહેરાત કરતા કહ્યું કે ટૂંક જ સમયમાં ઉમેદવારોના કોલ લેટર્સ પણ જાહેર કરી દેવામાં આવશે.
ઈમાનદાર, હોંશિયાર અને નિર્દોષ ઉમેદવારો સાથે અન્યાય ન થાય તે માટે ગુજરાત સરકાર અને પોલીસ ભરતી બોર્ડે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ફીક્સ પગારના કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષકની 9713 જગ્યાની લેખિત ‘ભરતી પરીક્ષા’ 8,76,356 લાખ ઉમેદવાર આપવાના હતા.  પેપર લીક થતાં પરીક્ષા ‘રદ’ કરવાના નિર્ણયથી રાજ્યના લાખો નોકરીવાંચ્છુ યુવકો રઝળી પડ્યાં હતાં. નિષ્પક્ષ ભરતી થાય તે માટે પ્રત્યેક ઉમેદવારને તેના રહેણાંક સ્થળથી ઓછામાં ઓછું 150 કિ.મી. દૂર પરીક્ષા કેન્દ્ર ફાળવાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here