વારાણસીમાં અસ્સી ઘાટ પર મહાયજ્ઞ સાથે કલર્સ શુભ–મંગળની કામના કરે છે

0
487

India, 2018 : નિષ્ફળતાવિષાદહતોત્સાહતાથી પીડાવું એ આપણા જીવનનો હિસ્સો છે પણ આ તમામ ઉપર જે અવેલ છે તે છે ભગવાનની દ્રષ્ટિ અને  એમનું શક્તિશાળી બળ જે આપણની સુરક્ષિત હોવાની લાગણી આપે છે. ભગવાન અને એમની દૈવી શક્તિમાં આપણો વિશ્વાસ છે જે આપણને લડવા તથા દુષ્ટને હરાવવાનું બળ આપે છે. કલર્સના આવી રહેલ સુપરનેચરલ ડ્રામાઝવિષ યા અમૃત : સિતારા અને તંત્ર સારા વિરુદ્ઘ નરસા વચ્ચેની લડાઇ અને કેવી રીતે હંમેશા સારાનો જ વિજય થાય છે તે દર્શાવે છે.જયાં વિષ યા અમૃત : સિતારા સદીઓ અગાઉ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં અસ્તિત્વમાં હતી તે વિષકન્યાઓની લોકવાયકાઓનું પુનઃસર્જન પ્રસ્તુત કરે છેતો તંત્ર એક એવા પરિવારની કહાણીનું વર્ણન કરે છે જે જાદુટોણાના શિકંજાનો શિકાર બને છે. શો તંત્રમાંથી એકટર્સ જૂહી પરમાર (સુમતિ) અને મનિષ ગોએલ (પૃથ્વી) અને વિષ યા અમૃત : સિતારામાંથી શક્તિ આનંદ (રાજા શિવદાન)એ આ નવી મુસાફરી શરૂ કરતી વખતે પ્રાર્થના કરવા અને આશીર્વાદ મેળવવા આજે વારાણસીના અસ્સી ઘાટ પર જન કલ્યાણ મહા યજ્ઞ કર્યો.

સકારાત્મકતા આણવા તથા નકારાત્મક ઊર્જાઓને દૂર કરવા તેઓએ  મહા આરતી વિધિ કરી તો તેઓની સાથે હજારો સ્થાનિક લોકો પણ હજોડાયા. જન કલ્યાણ મહા યજ્ઞમાંજાણિતા જયોતિષશાસ્ત્રીઓ પણ ઉપસ્થિત હતાં જેઓએ આ યજ્ઞ કેવી રીતે વિશાળ જન સમુદાયના સારા આરોગ્યજ્ઞાનગૃહ શાંતિ અને સમૃદ્ઘિ તથા જીવનમાં સર્વત્ર સફળતા માટે લાભદાયક છે તેના પર પ્રકાશ પાડયો.શુભ અને પાવન અનુભવ પરના પોતાના અનુભવના સાક્ષી હોવા બાબતે બોલતાંસુમતિની ભૂમિકા ભજવી રહેલઅભિનેત્રી જૂહી પરમારે કહ્યુંમહા યજ્ઞનો હિસ્સો હોવાનું એક સુંદર અનુભૂતિ છે! આરતી શરૂ થઇ ત્યારથી મારા રૂંવાડા ઉભા થઇ ગયા કારણ કે હજારો લોકો આ પાવન સ્થળ પર એક સાથે મંત્રોચ્ચાર કરી રહેલ હતાં જે એક જોવા જેવી લ્હાણી હતી. ઉપરાંતઆ નવી મુસાફરી શરૂ કરવાની આ શ્રેષ્ઠ અને શુભ રીત છે.”

અભિનેતા મનિષ ગોએલ ઉર્ફે પૃથ્વી ખન્નાએ કહ્યુંકલર્સ સાથે આ મારો પ્રથમ શો છે અને હું તેઓનો અત્યંત આભારી છું કે આ વારાણસીના અસ્સી ઘાટ પર મહા યજ્ઞ જેવી પાવન પદ્ઘતિથી શરૂ થઇ રહેલ છે. શો તંત્રમાં હું કેન્દ્રીય ભૂમિકા ભજવી રહેલ છુંજયાં મારો પરિવાર કાળા જાદુની બહુ ચર્ચિત પદ્ઘતિનો શિકાર બને છે. એક ટીમ તરીકે અમે સૌએ ફક્ત અમારા જીવનમાંથી જ નહીં પરંતુ વિશાળ સમાજમાંથી પણ નકારાત્મક ઊર્જાઓને દૂર કરવા આજે એક સાથે પ્રાર્થના કરી છે.”

અભિનેતા શક્તિ આનંદે કહ્યુંવિષ યા અમૃત : સિતારામાં હું વિકરાલ ગઢના રાજા રતન પ્રતાપ સિંહની ભૂમિકા ભજવી રહેલ છું અને મારું પાત્ર વિષકન્યાઓના વિષાક્ત ઇરાદાઓનો શિકાર બને છે.  મહા યજ્ઞ કરવા દ્વારા હું મારું રાજય ભયાવહ વિષકન્યાઓના ચક્રથી બચી રહે તેવી આશા સેવું છું. એ પણ કે આ દરેકજણના જીવનમાં સકારાત્મક લાવે તેવી પણ આશા છે.”

કલર્સના બે સુપરનેચરલ શોઝવિષ યા અમૃત : સિતારા અને તંત્ર 3જી ડિસેમ્બરના શરૂ થઇ દર સોમવારશુક્રવાર અનુક્રમે રાત્રે 10:30 કલાકે અને રાત્રે 11:00 કલાકે દર્શાવવામાં આવશે.સ્વસ્તિક પ્રોડકશન્સ દ્વારા નિર્મિત તંત્ર ખન્ના પરિવાર પોતાના શમણાંના ઘરમાં રહેવા જાય છે પણ તંત્ર બિહામણી વિદ્યાનો કમનસીબ ભોગ બને છે. પ્રતિપક્ષ તો આ ઘર પોતે જ છે જેની વિચિત્ર અસરો આ જગ્યાને તેના રહેવાસીઓ માટે રહેવા માટે અયોગ્ય અને દુઃસ્વપ્ન જેવી બનાવે છે. અભિનેત્રી સરગુન કૌર મુખ્ય નાયિકાનિયતિ ખન્નાનીજયારે અભિનેતા ગૌતમ વિજતેણીના પ્રેમીઅક્ષતની ભૂમિકા ભજવે છે. સુપરનેચરલ થ્રિલર જાણિતા ટેલિવિઝન અભિનેતા મનિષ ગોએલના કમબેકનું પ્રતીક રહેશે અને જુહી પરમાર પૃથ્વી અને સુમતિ ખન્ના  તરીકે દેખાશે.

વિષકન્યાનો વિષયવસ્તુ સદીઓ અગાઉની તવારીખમાં હતો જયારે ભારતીય શાષકો છોકરીઓને હત્યારી બનાવવા પ્રશિક્ષિત કરતાંપહેલાં તેઓને વિષથી પ્રતિરોધી બનાવતા અને પછીધીમેધીમે તેઓના શરીરમાં વિષ દાખલ કરી તેઓને વિષાક્ત બનાવતાં. રશ્મિ શર્મા પ્રોડકશન્સ દ્વારા નિર્મિત છે અને સિતારાની મુસાફરીનું પગેરું કાઢે છેજે પોતાની સાચી ઓળખથી અજાણ છે.તેણી શિશુ અવસ્થામાં હતી ત્યારે જ તેણીની માતા પથભ્રષ્ટ થયેલ હોવાથી તેણીના પિતા કુલદીપ શેખાવતે તેણીને ઉછેરી હતી જે રાજા શિવદાન સિંહના સંનિષ્ઠ રાજ વહીવટદાર હતાં. દેખાવડી વૃંદાના પ્રેમમાં પડવાનું કુલદીપ તથા રાજાની પડતીનું કારણ બની જાય છે. કહાણી ત્યારે તીવ્ર વળાંક લે છે જયારે સિતારા એક એવી મુસાફરી પર નીકળે છે જે તેણીને સારા અને નરસા વચ્ચે પસંદગી કરવા ફરજ પાડે છે. સિતારા ખૂબ જ મકકમ મનોબળની છોકરી છે જે હંમેશા પોતાની શરતો પર ઉભી રહેવામાં માને છેઅને તમામ લોકોની વિરુદ્ઘ જઇ શકે છેએવા લોકો સામે પણ જેઓ કદાચને તેની કાળજી લેતાં આવ્યાં હોય. શોમાં અન્યો માંહે સિતારાની મુખ્ય ભૂમિકા ભજવતી અદા ખાનશિલ્પા સકલાની(વૃંદા) સંદીપ બસવાના (કુલદીપ શેખાવત) અને શક્તિ આનંદ (રાજા શિવદાન સિંહ) ની આકર્ષક કાસ્ટ ગૂંથણી છે.

3જી ડિસેમ્બરથી દર સોમવારથી શુક્રવાર રાત્રે 10:30 કલાકે અને રાત્રે 11:00  કલાકે નિહાળો વિષ યા અમૃત : સિતારા અને તંત્ર ફક્ત કલર્સ ટીવી પર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here