વીજ વાયરમાંથી તણખા ઝરતા ઘાસ ભરેલી ટ્રક ભડકે બળી

0
396

(જી.એન.એસ.)ભુજ,તા.૨૨
નલીયા જખૌ રોડ ઉપર સાંજે ઘાસ ભરેલી ટ્રક વીજતારથી સળગી ગઈ હતી. આગથી ધડાકા ભડાકા થતા રહ્યા હતા અને વાહન વ્યવહાર પણ અવરોધાયો હતો. લગભગ એક દોઢ કલાક ચાલેલી આગની જ્વાળાઓએ ટ્રકના લોખંડ સિવાય દરેક ભાગને રાખમાં ફેરવી દીધો હતો. જાકે, કોઈ જાનહાનિના અહેવાલ નથી.
નજરે જાનારા ઉમર ઈબ્રાહિમ જતે જણાવ્યું હતું કે, નલીયા જખૌથી વાયરો વીજ જાડાણ બંધ કરી દેવાયા હતા, પરંતુ સિઘોડીથી લેવાયેલા વાયરનું વીજ જાડાણ કોઈના ખ્યાલમાં જ ન હતો. જે વીજ વાયરમાંથી તણખા ઝર્યા હતા, જેથી ઘાસ ભરેલી ઘાંસડીઓ સળગવા લાગી હતી. ટ્રકમાં ૧૦ ટન જેટલો ઘાસ હતો અને ૮૦૦ જેટલી ઘાસડીઓ હતી. પોલીસ અને બી.એસ.એફ.ની ટીમ પહોંચી આવી હતી અને તેમણે પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો, પરંતુ ત્યાં સુધી લોખંડ સિવાય તમામ ભાગ સળગી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here