શિલ્પા શેટ્ટીએ પતિને ફાંસીએ લટકાવી દેવાની ધમકી આપી..!!

0
542
actress Shilpa Shetty gave threat to hanging her husband
actress Shilpa Shetty gave threat to hanging her husband

(જી.એન.એસ.)મુંબઈ,તા.૨૬
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુદ્રાં પરફેક્ટ કપલ છે. બન્નેના લગ્ન ભલે ઘણા વર્ષ પહેલા થઇ ગયા હોય, પરંતુ હાલ પણ તે નવા પરણેલા જ લાગે છે. સોશિયલ મીડિયા પર તેમની સાથે મસ્તી કરતા ઘણા વીડિયો અને તસવીરો જોવા મળતી રહે છે. આ વખતે બન્નેનો મજેદાર ઝઘડો સામે આવ્યો છે.
જોકે થયું એવું કે શિલ્પા શેટ્ટીએ જિયોસ્પા ગ્લોબલ સ્પા એવોડ્‌ર્સમાં ગઇ હતી. જ્યાં તેને વ્હાઇટ ગાઉન પહેર્યું હતું. આ સ્ટ્રેપલેસ ગાઉનમાં સ્લીવ્સની જગ્યાએ અલગથી કાપડ જેવું લટકી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. શિલ્પાએ આ તસવીર તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી તો તેના પતિ રાજ કુંદ્રાએ ખૂબ મજેદાર કોમેન્ટ કરી છે.
રાજે લખ્યું, જ્યારે ઘરે આવે તો મારા પડદા ફરીથી તેની જગ્યા પર લટકાવી દેજે રાજની કોમેન્ટ ખૂબ ફની હતી. પરંતુ શિલ્પાએ પણ રિપ્યાલ આપ્યો અને લખ્યું કે આ કાપડથી તને ફાંસી પર લટકાવી દઇશે, જણાવી દઇએ કે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીના લગ્નને આશરે ૧૦ વર્ષ થઇ ગયા છે. તેમનો ૭ વર્ષનો પુત્ર પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here