શૂટિંગ દરમિયાન વિકી કૌશલને ગંભીર ઇજા, ચહેરા પર 13 ટાંકા

0
456
Vicky Kaushal gets Injured
Vicky Kaushal gets Injured

અમદાવાદ:
બોલિવૂડ અભિનેતા વિકી કૌશલ એક દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ગુજરાતમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમના ચહેરા પર ગંભીર ઈજા પહોંચી છે. વિકી કૌશલ એક એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને ઈજા પહોંચી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ માહિતી પોતાના વેરિફાઈડ ટ્વિટર એકાઉન્ટમાંથી ટ્વીટ કરીને આપી છે
તરણ આદર્શે જણાવ્યું કે, ભાનુ પ્રતાપ સિંહના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મના શૂટિંગ દરમિયાન વિકી કૌશલના ચહેરા પર ઈજા પહોંચી છે જેમાં તેમને 13 ટાંકા ‌આવ્યા છે. કૌશલ એક એક્શન સિક્વન્સ શૂટ કરી રહ્યા હતા ત્યારે તેમના પર એક દરવાજો પડ્યો હતો. તેમના ગાલના હાડકામાં ફ્રેક્ચર થયું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના 18મી એપ્રિલની છે જેના વિશે આજે તરણ આદર્શે જાણકારી આપી છે. વિકી કૌશલ ભાનુ પ્રતાપની હોરર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. ફિલ્મની કાસ્ટ અને ક્રૂ છેલ્લા પાંચ દિવસથી ગુજરાતના શિપ બ્રેકિંગ યાર્ડમાં શૂટિંગ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here