સૈફ અલી ખાન સંસ્કૃત શીખ્યો

0
40
’આ શોમાં ખલનાયકીનો રોલ કરવા અંગે સૈફે જણાવ્યું કે, ‘મેં આ પહેલાં પણ આ પ્રકારના ઘણા રોલ કર્યા છે અને મને આવા રોલ નિભાવવા ગમે પણ છે. એક શરીફ વ્યક્તિનો રોલ કરવા કરતાં એક વિલન ટાઇપ રોલ કરવાનો મને વધારે રોચક અને પ્રયોગાત્મક લાગે છે.
’આ શોમાં ખલનાયકીનો રોલ કરવા અંગે સૈફે જણાવ્યું કે, ‘મેં આ પહેલાં પણ આ પ્રકારના ઘણા રોલ કર્યા છે અને મને આવા રોલ નિભાવવા ગમે પણ છે. એક શરીફ વ્યક્તિનો રોલ કરવા કરતાં એક વિલન ટાઇપ રોલ કરવાનો મને વધારે રોચક અને પ્રયોગાત્મક લાગે છે.

એ કોઇ પાઠશાળા કે કોલેજમાં આ ભાષા શીખવા નથી ગયો. પણ તેની ફિલ્મ ‘તાંડવ’માં સ્ક્રિપ્ટની જરૂરિયાત હતી એટલે શીખ્યો છે. સૈફ અલી ખાન ‘તાંડવ’ વેબ સિરીઝમાં તમને સંસ્કૃત બોલતો જોવા મળશે. આ સિરીઝનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ‘તાંડવ’ આજથી ડિજિટલ પ્લેટફોર્મ પર તમને જોવા મળશે.અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્મિત ‘તાંડવ’માં સૈફ એક અલગ જ અંદાજમાં નજરે પડશે. ‘તાંડવ’ ભારતીય રાજકારણ પર આધારિત ડ્રામા છે, જેમાં દલિત રાજકારણ, યુપી પોલીસ અને રાજકીય કાવાદાવાની ભરમાર છે.

સૈફે ‘તાંડવ’ના રોલ માટે ઘણી મહેનત કરી છે. તાજેતરમાં જ સૈફે આ ફિલ્મના પોતાના રોલ સાથે સંકળાયેલી કેટલીક વાતો જણાવી હતી. આ ફિલ્મમાં પર્ફોર્મન્સ આપવા માટે તેનેે ભારે પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

સૈફે જણાવ્યું હતું કે, ‘તાંડવ’માં મારુ પાત્ર ચાણક્ય જેવું છે જે યુવા નેતાના વેશમાં છે અને દેશના વડા પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા રાખે છે. મારા પાત્રની તૈયારી કરતી વખતે હું ઘણી બાબતોથી પ્રભાવિત થયો હતો. હું એક એવા રાજનેતાનું પાત્ર ભજવું છું જે સાર્વજનિક સ્થળો પર બહુ બોલે છે. મારે સંસ્કૃત મિશ્રિત હિંદીનાં ઘણાં ભાષણોની પણ તૈયારી કરવી પડી. મજેદાર વાત એ છે કે મને સંસ્કૃત બોલવાનું, શીખવાનું ઘણું ગમ્યું. શૂટિંગના કેટલાક દિવસો મને બહુ ભારે લાગતા હતા.આ શોમાં મારે દરરોજ સંસ્કૃતમાં ચાર ભાષણ તૈયાર કરવાં પડતાં હતાં. આ રોલને પરફેક્ટ બનાવવા માટે મેં ઘણી ભારે ભરખમ લાઇનો પણ શીખી.‘તાંડવ’ એ કોઇ ડોક્યુમેન્ટરી નથી, એક ફિક્શન છે. મને ખુશી છે કે મેં સમરનો રોલ કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here