સ્કૂટર ખરીદવા બીઆરટીએસમાં જતા યુવકનું ખિસ્સું કપાયું

0
881

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨૦
જોધપુર વિસ્તારમાં આવેલ આગમન રો-હાઉસમાં રહેતા અને સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હેમલ ઠક્કરે નિકોલ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ અજાણ્યા શખ્સ વિરુદ્ધમાં નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ હેમલભાઈ અને તેમનાં પત્ની નિધિબહેન તેમના ઘરેથી બાપુનગર ખાતે આવેલ કુમાર ઓટોમાંથી નવું એક્ટિવા ખરીદવાનું હતું તેથી ત્યાં જઇ રહ્યાં હતાં.
તેઓ શિવરંજનીથી બાપુનગર જવા બીઆરટીએસમાં બેઠાં હતાં. આ દરમિયાન હેમલભાઈએ પોતાના ખિસ્સામાં એÂક્ટવા લેવાનું હોવાથી રૂ.૬૬,પ૦૦ મૂક્યા હતા, જાકે બીઆરટીએસ બસમાં ભીડ પણ વધુ હતી. હેમલભાઈને બાપુનગર એપ્રોચ બીઆરટીએસ બસ સ્ટેશન ઊતરવાનું હતું, પરંતુ બસના દરવાજા પાસે ખૂબ ભીડ હતી.
આ દરમિયાન તેમના ખિસ્સામાં રહેલા રૂ.૬૬,પ૦૦ની રકમ કોઈ અજાણી વ્યક્તિ તેમની નજર ચૂકવી ભીડનો લાઇ બસમાંથી ફરાર થઇ ગઈ હતી. હેમલભાઈ અને તેમનાં પત્ની બસમાંથી ઊતર્યાં અને ખિસ્સામાં ચેક કર્યું ત્યારે ચોરી થયાની જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. નિકોલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. નિકોલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here