હવે ડર નથી નવું ભારત આતંકવાદીઓના ઘરમાં જઈને મારશેઃ મોદી

0
1076

(જી.એન.એસ)કન્નોજ,તા.૨૭
વારાણસીમાં રોડ શો બાદ વડાપ્રધાન મોદી આજે યુપીમાં કન્નોજ, હરદોઈ અને સીતાપુરમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપા-બસપા અને આરએલડીના ગઠબંધનને ટાંકીને પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને તેમને તકવાદીઓનું ગઠબંધન ગણાવ્યું હતું અને જણાવ્યું હતું કે, આ તકવાદી લોકોનું ગઠબંધન મજબૂર સરકાર ઈચ્છે છે અને તેમનો મંત્ર છે, ‘જાત પાત જપના, જનતા કા માલ અપના.’
રેલીમાં મોદીએ ‘ચોકીદાર’ અને રામ ભક્તની ટીકા કરવા બદલ વિપક્ષો પર શાÂબ્દક પ્રહાર કરતા જણાવ્યું કે આ ગઠબંધન તકવાદીઓનું છે અને તે ‘મહામિલાવટી’ છે. વિપક્ષમાંથી કોઈનું નામ લીધા વગર મોદીએ જણાવ્યું કે, તેઓ જેટલા પ્રયાસો કરવા હોય કરે પરંતુ તેમના મિશનમાં નિષ્ફળ જશે.
જાહેરસભામાં ઉપસ્થીત જનમેદીને મોદીએ સવાલ પૂછ્યો હતો કે, ફિર એક બારપ તો તમામે એક સ્વરે જણાવ્યું હતું કે ‘મોદી સરકાર’. વિપક્ષના નેતાઓના વડાપ્રધાન બનવાના સ્વપ્નનો ઉલ્લેખ કરતા મોદીએ માયાવતીને આડેહાથ લીધા હતા અને જણાવ્યું કે, ‘સત્તામાં આવવા માટે કેટલાક લોકોએ સપા સાથે ગઠબંધન કર્યું છે.’ આ જ એ લોકો છે જેઓ બાલાકોટ હુમલાના પુરાવા માંગે છે અને બાટલા એન્કાઉન્ટરમાં આતંકીઓ વિરુદ્ધના ઓપરેશનમાં આંસુ સારતા હતા.
તેમણે કહ્યું આ વખતે કોઈ દળ નહીં પરંતુ પ્રજા ચૂંટણી લડી રહી છે. ગમે તે થાય જીતશે તો મોદી જ. હું જ્યારે એરપોર્ટ ઉતર્યો તો મેં સ્થાનિક નેતાઓને પૂંછ્યું કેવો માહોલ છે? એમણે કહ્યું ન તો અમે ચૂંટણી લડી રહ્યાં છે, ન તો ભાજપ ચૂંટણી લડી રહ્યો છે, આ ચૂંટણી તો ઉત્તર પ્રદેશની પ્રજા લડી રહી છે. આ નવું હિંદુસ્તાન છે ડરવાનું નથી. નવું હિંદુસ્તાન ઘરમાં ઘૂસીને મારશે. દેશ સુરક્ષિત થશે ત્યારે જ સામાન્ય માણસનું જીવન યોગ્ય થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here