હવે નાના વેપારીઓને મળશે ૫૯ મિનિટમાં 1 કરોડની લોનઃ PM મોદી

0
1115
Prime Minister Narendra Modi with Finance Minister Arun Jaitley at the function to launch the MSME Support and Outreach Programme, in New Delhi, on Friday
Get loans up to Rs 1 crore in 59 minutes: PM Modi announces ‘Diwali gift’ for MSMEs
Get loans up to Rs 1 crore in 59 minutes: PM Modi announces ‘Diwali gift’ for MSMEs

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારનાં રોજ વીડિયો કોન્ફરન્સિંગને આધારે લોકોને સંબોધિત કર્યાં. આ દરમ્યાન તેઓએ લઘુ ઉદ્યોગ સેક્ટરમાં લેવામાં આવેલ 12 મોટા નિર્ણયો વિશે વાત કરી. તેઓએ કહ્યું કે, MSME અથવા નાના ઉદ્યોગ અમારા દેશમાં કરોડો દેશવાસીઓની રોજી-રોટીનું સાધન છે. તે આપણે બધાં જ જાણીએ છીએ. સાથે એમ પણ કહ્યું કે, અમે એમ પણ જાણીએ છીએ કે આ દેશની અર્થવ્યવસ્થામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવીએ છીએ.

તેઓએ નાનાં વેપારીઓને દિવાળી પહેલા એક મોટી ગિફ્ટ આપી છે. તેઓએ કહ્યું કે,”અમે નાના ઉદ્યોગોને 59 મિનીટમાં જ 1 કરોડ સુધીની લોન પાસ કરીશું. તેઓએ જણાવ્યું કે MSME કૃષિ બાદ રોજગાર આપનારા બીજા નંબરનું સૌથી મોટું સેક્ટર છે. પીએમએ કહ્યું કે ખેતી ભારતીય અર્થવ્યવસ્થાની પરંપરા છે તો MSME તેઓનો મજબૂત નિર્ણય છે. બંને જ દેશની પ્રગતિને ગતિ આપવાનું કામ કરે છે.”

તેઓએ કહ્યું કે, જીએસટી પંજીકૃત દરેક MSMEને એક કરોડ રૂપિયા સુધીનું નવું દેવું અથવા ઇન્ફ્રીમેંટલ લોનની રકમ પર વ્યાજમાં 2 ટકાની છૂટછાટ આપવામાં આવશે. બિલકુલ જમીની સ્તર પર જઇને, નિયમોમાં સુધાર કરીને, MSMEને માટે હવે ઉદ્યોગની રાહને વધારે સરળ બનાવવાનું કામ અમે કર્યું છે. જેથી કેટલાંય શહેરોની ઓળખ, તેઓને ત્યાં ચાલનારા લઘુ ઉદ્યોગોને કારણથી છે.

પીએમ મોદીએ કહ્યું કે, જો હું કહું કે દેશનાં દરેક જિલ્લાની સાથે તેઓની એક ખાસ ઓળખ જોડાયેલી છે તો તે ખોટું નહીં હોય. આ દરેકની કમાન લઘુ ઉદ્યોગોએ જ સંભાળી રાખેલ છે. આ MSME કૃષિ બાદ રોજગાર આપનારું બીજું સૌથી મોટું સેક્ટર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here