હાર્દિક પટેલના ઉપવાસને સમર્થન આપી દિનશા પટેલે કહ્યું, માંગણી વ્યાજબી, ઉકેલ લાવવો જોઈએ

0
1134
MGUJ-AHM-HMU-LCL-hardik-patels-indefinite-fast-support-dinsha-patel-congress-sr-leader-gujarati-news
MGUJ-AHM-HMU-LCL-hardik-patels-indefinite-fast-support-dinsha-patel-congress-sr-leader-gujarati-news

હાર્દિક પટેલની સ્થિતિ નાજુક થઇ રહી છે ત્યારે આ બાબતનો સરકારે નિકાલ લાવવો જોઈએ- દિનશાહાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 13મો દિવસ છે. ત્યારે હાર્દિકના સમર્થનમાં નેતા અને સામાન્ય લોકો આવી રહ્યા છે. તેવી સ્થિતિમાં આજે કોંગ્રેસના નેતા અને દેશના પૂર્વ પેટ્રોલિયમ રાજ્યમંત્રી દિનશા પટેલે હાર્દિકને મળીને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હાર્દિકની માંગણીઓ વ્યાજબી છે અને નીતિ મત્તાની માંગણીઓ છે તેથી તેનો ઉકેલ લાવવો જોઈએ. સાથે જ પેટ્રોલિયમના વધતા ભાવ મામલે વર્તમાન સરકારને આડેહાથ લીધી હતી. હાર્દિક પટેલનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે અને તે અશક્ત થઈ ગયો છેશું કહ્યું દિનશા પટેલે?

– પટેલ કે અન્ય સમાજ હોય સરકારે વિચાર કરવો પડે સાથે મળીને અનામત અંગેનો વિચાર કરવો પડશે

– તમામ દિશામાં પ્રજા ભીંસાઈ ગઈ છે

– દેવા માફી, નોકરી, શિક્ષણ આ તમામ પ્રશ્નો આજે ઉભા થયા છે

– પેટ્રોલ- ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા

– હું જ્યારે મંત્રી હતો ત્યારે એક રૂપિયાના ભાવ વધારા સામે મને જૂતાંનો હાર પહેરાવતા

– આજે રોજ ભાવ વધી રહ્યા છે, સરકારે જાતે જ જૂતાનો હાર પહેરવો જોઈએ
– હાર્દિક પટેલની માંગણીઓ વ્યાજબી છે

– તેના નિરાકરણ માટે 13 દિવસ ના થવા જોઈએ

– સરકારે નીતિમતા ધોરણે મંગાવામાં આવતી માંગો સંતોષવી પડે

– હાર્દિક પટેલની તમામ માંગો સાથે હું સહમત છું
– હાર્દિક પટેલની સ્થિતિ નાજુક થઇ રહી છે ત્યારે આ બાબતનો સરકારે નિકાલ લાવવો જોઈએ
– હાર્દિકની માંગણીને મારી સંમતિ છે
– નીતિમત્તાની માંગણીઓ પર વિચાર કરી શકાય
– સમગ્ર નબળા સમાજના વર્ગો માટેનો આ વિચાર છે
– બધી જ દિશામાંથી જે નોર્મલ માણસ ભિંસાઈ રહ્યો છે
– ગરીબ વિદ્યાર્થીઓની ફીનો વિચાર કરીએ

– ખેડૂતોના દેવા માફીની વાત કરીએ

– હું પેટ્રોલિયમ વિભાગમાં હતો ત્યારે એક રૂપિયાનો ભાવ વધ્યો હતો ત્યારે આજ લોકો મને જૂતાનો હાર પહેરાવવા આવ્યા હતા

– હાર્દિકના ઉપવાસ એ વ્યાજબી માંગણીઓ છે અને નીતિ મત્તાની માંગણીઓ છે તેનો ઉકેલ આવવો જ જોઈએ
– હું કોઈ પટેલ તરીકે નહિ ભારતીય તરીકે વાત કરું છું

– હાર્દિક પટેલની તમામ માંગણીઓ સાથે મારો સાથ સહકાર છે અને તાત્કાલિક આનો ઉકેલ આવવો જોઈએ

– હું તો પોતે એમ માનું છું કે ઉપવાસ એ ગાંધીજીનું હથિયાર છે અને આ હથિયાર કોઈ લઇ શકે નહીં

– હાર્દિક પટેલની સ્થિતિ જ્યારે નાજુક હોય ત્યારે સરકારે આજ સાંજ સુધીમાં સરકારે આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. એવી હું પરમ કૃપાળુ ઈશ્વરને પ્રાર્થના કરું છું

રાજસ્થાનના પૂર્વમંત્રી અસરાર અહેમદે હાર્દિકની મુલાકાત બાદ કહ્યું,

– 3 કિલોમીટર પેહલા રોકવામાં આવ્યા અને કાસ્ટ પૂછવામાં આવી આઈકાર્ડ મંગવામાં આવ્યું

– હાર્દિક પટેલની માંગણી યોગ્ય છે

– આ ગુજરાતમાં લોકતત્ર સરકારની તાનશાહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here