હાર્દિક મુદ્દે CM રૂપાણીએ પકડી દિલ્હીની વાટ, અમિત શાહનું લેશે માર્ગદર્શન

0
590
MGUJ-AHM-HMU-LCL-hardik-patel-indefinite-fast-issue-vijay-rupani-move-delhi-for-got-guidance-of-amit-shah-gujarati-news

અનામત આંદોલન અને ખેડુત દેવા માફીના મુદ્દે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના મુદ્દે આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હી રવાના થયા છે. જ્યાં તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના નેતાઓ સાથે મુલાકાત કરશે. શાહની સલાહ લઈને ઉપવાસ આંદોલન કેમ સમેટવું તેનો રોડ મેપ મેળવશે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાર્દિક પટેલ છેલ્લા 13 દિવસથી આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે ત્યારે આ મુદ્દો રાજકીય રીતે વેગવંતો બની રહ્યો છે.બીજી તરફ સરકાર અને પાટીદાર સામાજિક સંસ્થાઓ વચ્ચે આ કોકડું ઉકેલવા માટે મથામણ કરવામાં આવી રહી છે, પરંતુ હાર્દિક પટેલે રાજ્ય સરકારને બે દિવસનું અલ્ટીમેટમ આપી દેતા અને ફરીથી પાણીનો ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારતા રાજ્ય સરકાર વિટંબણા અનુભવી રહી છે.

હાર્દિકની ખેડૂત દેવા માફી અને અનામતની માંગનું નિરાકરણ લાવવા માટે વિજય રૂપાણીને દિલ્હીનું તેડું આવ્યું હોવાના અહેવાલ છે. ગુજરાતમાં રૂપાણી સરકારમાં કોઈ ડેમેજ કન્ટ્રોલર ન હોવાથી હાઈકમાન્ડ સમક્ષ ઉકેલ મેળવવા પ્રયાસ કરવામાં આવશે. તો બીજી તરફ આજે મળનારી કેબિનેટ બેઠક સાંજે 5:00 વાગે મળશે અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતલક્ષી કોઈ મોટી યોજના અંગેની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે મનાઈ રહ્યુ છે.

આજે સવારે દિલ્હી જઈ રહેલા વિજય રૂપાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની મુલાકાત બાદ પાટીદાર અનામત આંદોલન અને ખેડૂત દેવા માફી અંગે વિચાર-વિમર્શ કરશે. દિલ્હી હાઇકમાન્ડની ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં ખેડૂતલક્ષી યોજનાની જાહેરાત કરે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઉપરાંત ભાજપના અસંતુષ્ટ નેતાઓ સહિત અન્ય રાજકીય પક્ષો દ્વારા હાદિકનો મુદ્દો રાષ્ટ્રીયસ્તરે ચગાવવામા આવે તે પહેલા ઉકેલ લાવવા ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સક્રિય બની ગયા છે

MGUJ-AHM-HMU-LCL-hardik-patel-indefinite-fast-issue-vijay-rupani-move-delhi-for-got-guidance-of-amit-shah-gujarati-news
MGUJ-AHM-HMU-LCL-hardik-patel-indefinite-fast-issue-vijay-rupani-move-delhi-for-got-guidance-of-amit-shah-gujarati-news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here