હોલિવૂડ એક્ટરે મહેશ બાબુ સાથે સ્પાય મૂવી બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી

0
1185
hollywood actor bill duke wants to work with mahesh babu for spy thriller
hollywood actor bill duke wants to work with mahesh babu for spy thriller

(જી.એન.એસ.)લોસ એન્જલ્સ,તા.૨૯
હોલિવૂડ એક્ટર અને ફિલ્મ મેકર બિલ ડ્યુકે સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ સાથે ઇન્ટરનેશનલ જાસૂસી થ્રિલર મૂવી બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ‘એવેન્જર્સ એન્ડગેમ’ના ડિરેક્ટર જા રુસો બાદ બિલ ડ્યુકે ભારતીય સિનેમાના એક્ટર્સ ડિરેક્ટર્સ સાથે કામ કરવા માગે છે. હોલિવૂડ એક્ટર બિલ ડ્યુક મહેશ બાબુની સાથે તમિળ ફિલ્મ ડિરેક્ટર્સ વામશી પૈડીપાલિ અને એઆર મુરુગાદોસ સાથે પણ કામ કરવા ઈચ્છે છે. બિલ ડ્યુકે તેમને ટેગ કરી ટ્‌વીટમાં પોતાની આ ઈચ્છા વ્યક્ત કરી હતી.
બિલે ટ્‌વીટમાં મહેશ બાબુ, વામશી પૈડીપાલિ અને એઆર મુરુગાદોસને ટેગ કરીને કહ્યું કે, તમે જ્યારે લોસ એન્જલસ આવો ત્યારે મારા ઘરે ડાઉન ટાઉન લોસ એન્જલસમાં લંચ કરવા આવો. આપણે ઇન્ટરનેશનલ સ્પાય મૂવીના કોલબરેશન માટે ચર્ચા કરશું. જાકે, હજુ સુધી મહેશ બાબુએ આ અંગે કોઈ રિસ્પોન્સ આપ્યો નથી. જા આ પ્રોજેક્ટ સફળ રહે તો આ બિગ પ્રોજેક્ટથી હોલિવૂડમાં ડેબ્યુ કરનાર પહેલો ટોલિવૂડ એક્ટર મહેશ બાબુ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here