અદાણી અમદાવાદ મેરેથોન ૨૦૧૮ ૨૫મી નવેમ્બરે યોજાશે

0
1186

અદાણી અમદાવાદ મેરેથોન ૨૦૧૮ ૨૫મી નવેમ્બરે યોજાશે
અમદાવાદઃ અદાણી અમદાવાદ મેરેથોન (એએએમ) ૨૩મી નવેમ્બર, ૨૦૧૮ના રોજ યોજાશે. આરંભિક વર્ષની જેમ આ દોડ ભારતીય સશસ્ત્ર બળોને સમર્પિત રહેશે. એએએમ ૨૦૧૮નો માર્ગ ઈન્ટરનેશનલ એસોસિયેશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન્સ (આઈએએએફ) દ્વારા પ્રમાણિત છે. મેરેથોનમાં ફુલ મેરેથોન (૪૨.૧૯૫ કિમી), હાફ મેરેથોન (૨૧.૦૯૭ કિમી), ૧૦દ્ભ દોડ, ૫દ્ભ દોડનો સમાવેશ રહેશે.
સંરક્ષણ દળના એલિટ રનરો પણ સહભાગીઓમાં સામેલ રહેશે. એએએમ ૨૦૧૮ ભારતીય લશ્કર, નૌકા દળ અને હવાઈ દળમાં સંરક્ષણ કર્મચારીઓ માટે સમર્પિત રેસનો સબ- સેગમેન્ટ પણ રજૂ કરી રહી છે. આ વર્ષે અદાણી ગ્રુપ સ્વ. માજી સૈનિકો અને અદાણિયનની સ્મૃતિમાં આ શ્રેણીમાં સૌથી ઝડપથી દોડનાર માટે વિંગ કમાન્ડર અપૂર્વ વર્મા મેમોરિયલ એવોર્ડ આપશે. પ્રાપ્તિમાંથી એક ચતુર્થાંશ અથવા ૨૫ ટકા ભારતીય સશસ્ત્ર દળના કલ્યાણ માટે દાન કરાશે. સિનિયર કોર્પોરેટ એક્ઝિક્યુટિવથી સ્કૂલના બાળકો એએએમ ૨૦૧૮ માટે જોશ ઈવેન્ટ માટે મોટા સહભાગનો સંકેત આપે છે.
આ પ્રયાસ થકી અદાણી ગ્રુપનો ધ્યેય સમાજમાં આરોગ્યવર્ધક સંસ્કૃતિની કેળવણી કરવાનો છે. અમે ભારપૂર્વક માનીએ છીએ કે આરોગ્યવર્ધક વસતિ આરોગ્યવર્ધક રાષ્ટ્ર બનાવે છે, એમ એગ્રો અને ઓઈલ એન્ડ ગેસના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પ્રણવ અદાણીએ જણાવ્યું હતું. સહભાગીઓને ભારતના સશસ્ત્ર દળોને પોતાનો ટેકો દર્શાવવાનો મોકો પણ આ થકી મળે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
અદાણી અમદાવાદ મેરેથોનના રેસ ડાયરેક્ટર અને અલ્ટ્રામેન તથા ૩ વાર આયર્નમેનનું શીર્ષક પ્રાપ્ત કરનાર શ્રી અભિષેક મિશ્રાએ જણાવ્યું હતું કે કેનલના માર્ગ બંને બાજુ પાણી અને હરિયાળીથી છવાયેલો હોઈ અદાણી અમદાવાદ મેરેથોન માટે અત્યંત અદભુત અનુભવ બની રહે છે. ખાસ કરીને ફુલ મેરેથનરો માટે આ ઉત્તમ અનુભવ આપે છે. મને લાગે છે કે બધા ગંભીર દોડવીરોએ આ માર્ગ જોવો જ જોઈએ. આપણા સશસ્ત્ર બળો માટે ટેકો આપવા આ ઉદાર કાજમાં સહયોગ આપવાનો દરેકને આ ઉત્તમ મોકો છે.
૨૦૧૭માં ૮૦૦૦થી વધુ લોકોએ અદાણી અમદાવાદ મેરેથોનની પ્રથમ આવૃત્તિમાં ભાગ લીધો હતો. દુનિયામાં સૌથી સુંદર મેરેથોન માર્ગમાંથી આ એક છે. આ ઈવેન્ટનું કાજ ઈંરન૪અવરસોલ્જર્સ હતું. લગભગ ૧૦૦૦ સહભાગીઓ ભારતીય સશસ્ત્ર બળના પીઢ રનરો હતા. રૂ. ૫૦ લાખ ભારતીય સશસ્ત્ર બળોને દાન કરાયા હતા.
અદાણી અમદાવાદ મેરેથોન ૨૦૧૮ માટે નિષ્ણાત પેનલ
રેસ ડાયરેક્ટરઃ અભિષેક મિશ્રા
યુએમએફએલ ૨૦૧૭માં ભારતના અલ્ટ્રામેન ટ્રાયેથ્લોન ફિનિશર, ૩ વાર આયર્નમેન ફિનિશર, રન ટુ રિયલાઈઝ- એસ્પેક્ટ્‌સ ઓફ લાઈફ એન્ડ લાઈફ કોચના લેખક.
જોઈન્ટ રેસ ડાયરેક્ટરઃ ઈન્ગિટ આનંદ
અમદાવાદના પ્રથમ આયર્નમેન, ૩ વાર આયર્નમેન ફિનિશર, આયર્નમેન સર્ટિફાઈડ કોચ અને નામાંકિત એથ્લેટ.
જોઈન્ટ રેસ ડાયરેક્ટરઃ આનંદ મરારઃ સુપર રેન્ડોનિયર ૨૦૧૮ (વર્ષમાં ૨૦૦ કિમી, ૩૦૦ કિમી, ૪૦૦ કિમી અને ૬૦૦ કિમી રાઈડ પૂર્ણ કરનાર સાઈકલિસ્ટ), આયર્નમેન મલેશિયા ૨૦૧૬ અને રિક્રિયેશનલ એથ્લેટ્‌સના કોચ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here