અભિનેત્રી સારા શ્રાવણ સાથે ગેરવર્તન કરનાર અભિનેતાની થઈ ધરપકડ

0
1184

મરાઠી ફિલ્મ અભિનેત્રી સાથે ગત બે વર્ષથી ગેરવર્તન કરનારા અભિનેતાની પોલીસે ધરપકડ કરી છે. 27 વર્ષની સુભાષ યાદવની પુણેની વાનવડી પોલીસે અટક કરી છે. અભિનેત્રી સારા શ્રવણે ફેસબુક પર આ બાબતે વિડિયો શેયર કર્યો હતો. આરોપી સુભાષ સામે ફરિયાદી અભિનેત્રી સાથે અનેકવાર છેડતી તેમ જ તેને ટચ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. પુણેની વાનવડી પોલીસ સ્ટેશનના લેડીઝ વોશરૂમ સુધી સુભાષે અભિનેત્રીનો પીછો કરતાં પોલીસ સ્ટેશનમાં વિનયભંગનો ગુનો તેના પર નોંધાયો હતો. મુંબઇમાં રહેતી 23 વર્ષની અભિનેત્રીએ વાનવડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે ગત બે વર્ષથી તેની મરાઠી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. શૂટિંગ દરમિયાન વિવિધ ઠેકાણે તેણે જવાની ફરજ પડે છે. સુભાષ યાદવ આ ફિલ્મમાં તેનો સહ કલાકાર છે. સુભાષ યાદવે સંબંધિત અભિનેત્રીને અનેકવાર ફોન કરી તેને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અભિનેત્રીએ તેને કોઇપણ પ્રતિસાદ આપ્યો નહોતો તેમ છતાં સુભાષ અભિનેત્રીનો પીછો છોડવા તૈયાર નહોતો. આરોપીએ અભિનેત્રીને બદનામ કરવાની ધમકી આપી હતી અને અભિનેત્રીને ચતુઃશ્રુંગી મંદિર પરિસરમાં બોલાવી હતી. સુભાષે ફરી તેને બદનામ કરવાની ધમકી આપી હતી. અભિનેત્રીના ડ્રાઇવરે તે જ સમયે પોલીસને ફોન કર્યો હતો. બે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આરોપીને પાંડવનગર પોલીસ ચોકીમાં લઇ ગઇ હતી. પોલીસ સ્ટેશનમાં સુભાષે અભિનેત્રીની માફી માંગ્યા બાદ અભિનેત્રીએ તેની ફરિયાદ પાછી ખેંચી હતી પરંતુ ગત કેટલાક દિવસોથી સુભાષે ફરી તેને હેરાન કરતાં અભિનેત્રીએ આ વખતે તેની ધરપકડ કરાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here