અમદાવાદમાં લૂંટ ચલાવનારા બે આરોપી મુંબઇથી પકડાયા: દેવું વધી જતા લૂંટનો રસ્તો અપનાવ્યો

0
331
ક્રાઈમ બ્રાન્ચે રોકડ રૂ. ૨.૯૦ લાખ કબ્જે કરી છે જ્યારે સોનાના દાગીના સુધીર લઈ ગયો હોવાથી તેની શોધખોળ શરૂ કરી હતી
ક્રાઈમ બ્રાન્ચે રોકડ રૂ. ૨.૯૦ લાખ કબ્જે કરી છે જ્યારે સોનાના દાગીના સુધીર લઈ ગયો હોવાથી તેની શોધખોળ શરૂ કરી હતી

અમદાવાદ: શહેરના ઠક્કર-બાપાનગર અને નિકોલ વિસ્તારમાં લૂંટ કરનારી ઉત્તર પ્રદેશની ગેંગના પાંચ શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બે આરોપીઓની ઉત્તર પ્રદેશ અને બે આરોપીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એકની અમદાવાદથી ધરપકડ કરી હતી. બે આરોપીઓને ધંધામાં અને જુગાર રમવામાં દેવું થઈ ગયું હતું. જેના કારણે તેઓએ ઉત્તર પ્રદેશથી લૂંટ ધાડ કરતા ગુનેગારોને અમદાવાદ બોલાવી અને લૂંટને અંજામ આપ્યો હતો. મુખ્ય આરોપી સુધીર ફૌજી જેણે ફાયરિંગ કર્યું હતું તે ફરાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઠક્કરબાપા નગર અને નિકોલમાં લૂંટ થતા ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં એક રિક્ષા અને પલ્સર બાઈક પરથી પોલીસે માહિતી મેળવતા ત્રણ આરોપી રાજવીરસિંહ ગૌર, સત્યેન્દ્રસિંહ ગૌર અને સુકેન્દ્રસિંહ નરવરીયા (રહે. નરોડા, મૂળ ઉત્તર પ્રદેશ)ની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી હતી જ્યારે અન્ય બે આરોપી દિપક પરિહાર અને અજય મરાઠાની મુંબઈથી ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ કરતા રાજવીરસિંહ અને સત્યેન્દ્રસિંહ અમદાવાદ નરોડામાં રહે છે. રાજવીરસિંહને અગાઉ મંડપ ડેકોરેશનના ધંધામાં દોઢ લાખનું નુકસાન અને સુકેન્દ્રસિંહને જુગાર રમવામાં ત્રણ લાખનું દેવું થઈ ગયું હતું. જેથી તેઓએ લૂંટ કરવાનું નક્કી કર્યું હતું.
ઉત્તર પ્રદેશમાં તેમના બનેવી બુદ્ધેસિંહ પરિહારને જાણ કરતા તેમને લૂંટ અને ધાડના ગુનેગાર સુધીર ફૌજી અને લખન ચમારને હથિયાર સાથે ૩૦મી ડિસેમ્બરના રોજ અમદાવાદ મોકલ્યા હતા. રાજવીરે તેના ભાણેજ દિપક અને તેના મિત્ર અજયને મુંબઈથી બોલાવ્યા હતા. બાદમાં તેઓએ કૃષ્ણનગરમાં બાઈક ચોરી સુધીર, દિપક અને સત્યેન્દ્ર ઠક્કરબાપાનગર ગાયત્રી ટ્રેડર્સમાં રોકડા રૂપિયા હોવાની જાણ હોવાથી ત્યાં લૂંટ કરવા ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here