આપનો આજનો દિવસ

0
354

મેષ (અ,લ,ઇ): તમારા નિર્ણયો બનતી બાજી બગાડી નેખે તેથી તાણયુક્ત રહી માનસિક-શારીરિક રીતે થાકી જાવ.
વૃષભ (બ,વ,ઉ): તમે તમારા વિચારો નો રસ્તો નહીં બદલાવો તો ખોટી ઝપટમાં હેરાન પરેશાન થાવ. સંભાળીને રહો
મિથુન (ક,છ,ઘ): તમારા કાર્યક્ષેત્રે જે ગણતરીઓ ચાલતી હોય તે પ્રમાણે પરિણામ મેળવો. આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થાય.
કર્ક (ડ,હ): તમે ઘરેલું પ્રસંગ ઉકેલવામાં વ્યસ્ત હોય, મહેમાનોની આગતા સ્વાગતા કરો તેમ જ પ્રસન્નતા અનુભવો.
સિંહ (મ,ટ): તમારા નિર્ણયથી સર્કલમાં વિરોધ ઉભો થાય. તમારે પીછેહઠ કરવી પડે. આત્મવિશ્વાસમાં કમી આવે.
કન્યા (પ,ઠ,ણ): તમે જે કાર્ય કરવા માંગતા હોય તેને બદલે અર્થ વગરના કાર્યમાં ફસાઈ જાવ અને કાર્યનો બોજાે વધતા ચિંતા પ્રવર્તે.
તુલા (ર,ત): તમારા કાર્યક્ષેત્રે રૂટિન કાર્યમાંથી બહાર આવી રચનાત્મક કાર્ય તરફ વળો. ને આર્થિક વળતર મેળવો.
વૃશ્વિક (ન,ય): તમારો કૌટુંબિક ક્લેશ સપાટી પર આવતા કામકાજમાં દિલ ન લાગે. કાર્ય અધૂરા રહેતા માનહાનિ થાય.
ધન (ભ,ધ,ફ): તમારું ગમતુ કાર્ય સાથેથી આવતા હૃદય-મનની પ્રસન્નતામાં વધારો થાય ને મનનું ધાર્યું થાય.
મકર (ખ,જ):તમારા જીદ્દીપણાને લઇને હાથમાં આવેલું કાર્ય સરી જતાં તેની પાછળ કરેલી મહેનત વ્યર્થ જાય.
કુંભ (ગ,શ,સ): તમારા કાર્યક્ષેત્રે સમય સારો ચાલી રહ્યો છે ને જેમાં હાથ નાખો તેમાં સફળતા ને લાભ થાય
મીન (દ,ચ,ઝ,થ): તમારા કાર્યક્ષેત્રે લોકો સાથે હળીમળી તર્કબદ્ધ કામ કરો. સર્કલમાં પ્રસિદ્ધિ સાથે મહત્વ પ્રાપ્ત થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here