આરબીઆઇ ટૂંક સમયમાં રૂ.૨૦ની નવી નોટ બહાર પાડશે

0
1138

(જી.એન.એસ)મુંબઇ,તા.૨૭
ટૂંક સમયમાં જ તમને ૨૦ રૂપિયાની નવી નોટ જાવા મળી શકે છે. આરબીઆઇએ એક સૂચના જાહેર કર છે જેમાં તેણે ૨૦ રૂપિયાની નવી નોટ લાવવાની વાત કરી છે. આ નોટિફિકેશનમાં RBI આ નોટના રંગ-રૂપથી લઈને તેની ખાસીયતો વિશે જણાવ્યું છે. આ નોટમાં ગવર્નર શÂક્તકાંત દાસના હસ્તાક્ષર હશે અને નોટની પાછળ સાંસ્કૃતિક વિરાસતને દર્શાવતા એલોરાની ગુફાઓનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીની નવી સીરિઝના આ નોટનો રંગ લીલાસ પડતો પીળો હશે. તેની સાથે જ RBIએ જણાવ્યું કે નવી નોટ જાહેર થયા બાદ પણ જુની નોટો ચલણમાં રહેશે.
RBI દ્વારા જાહેર કરવામાં આવેલી ૨૦ રૂપિયાની નવી નોટમાં આગળના ભાગ પર મહાત્મા ગાંધીનું ચિત્ર વચ્ચે છે. તેજ ભાગમાં નોટનું મુલ્ય હિન્દી અને અંગ્રેજીમાં લખેલું રહેશે અને RBI, ભારત, India અને ૨૦ માઈક્રો લેટર્સના રૂપમાં રહેશે. સુરક્ષા પટ્ટી પર ભારત અને RBI લખેલું હશે. નોટના આગળના ભાગ પર ગેરંટી ક્લોઝ, ગવર્નરના હસ્તાક્ષર, RBIનું પ્રતીક ચિન્હ મહાત્મા ગાંધીની તસ્વીરની જમણી તરફ રહેશે અને નોટની જમણી બાજુ અશોક સ્તંભ રહેશે. નોટનો નંબર ડાબેથી જમણી તરફ વધતા ક્રમમાં છાપેલું રહેશે.
નોટના પાછળના ભાગ પર ડાબી તરફ વર્ષ, સ્વચ્છ ભારતનો લોગો સ્લોગનની સાથે અને ભાષાની પટ્ટી રહેશે. નોટના પાછલા ભાગ પર એલોરાની ગુફાઓનું ચિત્ર ભારતના સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરશે. નોટ ૬૩ મીમી પહોળી અને ૧૨૯ મીમી લાંબી હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here