આરબીઆઈ એનપીએ પર ૨૩ મે પહેલા નવી ગાઈડલાઈન્સ બહાર પાડે તેવી શકયતા

0
1010
rbi revised guidelines for resolution of stressed assets likely before may 23
rbi revised guidelines for resolution of stressed assets likely before may 23

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૯
રિઝર્વ બેન્ક બેન્કોની ફસાયેલી લોનની પતાવટ માટે ૨૩ મે પહેલા નવી ગાઈડલાઈન્સ બહાર પાડી શકે છે. લોકસભા ચૂંટણી દરમિયાન લાગુ ચૂંટણી આચાર સહિતા તેમાં નડશે નહિ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટ આ મહીનાની શરૂઆતમાં આરબીઆઈ દ્વારા ગત વર્ષે ૧૨ ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવેલો સરક્યુલર રદ કરી ચૂકી છે. બાદમાં આરબીઆઈના અધિકારીઓ નવો આદેશ તૈયાર કરવામાં લાગ્યા છે. તેમણે કહ્યું રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસીની સમીક્ષા આચાર સહિતાની સીમામાં આવતી નથી.
આરબીઆઈના ૧૨ ફેબ્રુઆરી વાળા સરક્યુલરમાં ૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ફસાયેલી રકમની ઓળખ કરવા અને તેના સમાધાનના સંબધમાં જાગવાઈઓ હતી. તેમા કોઈ ફસાયેલી લોનની ૧૮૦ દિવસની અંદર પતાવટ ન થાય તો બેન્કોને તેને દેવાળિયા પ્રક્રિયા માટે મોકલવાનું કહેવામાં આવ્યું હતું.
આરબીઆઈના નિયમો અનુસાર જા કોઈ શેરહોલ્ડર્સ લોન ચૂકવવામાં ૯૦ દિવસથી વધુનો સમય લે છે તો તે લોનને એનપીએ માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એનપીએના માળખામાં ફેરફાર માટે ઘણાં વિકલ્પો પર વિચાર થઈ રહ્યો છે. એક વિકલ્પ એ પણ છે કે ૯૦ દિવસ સિવાય ૩૦-૬૦ દિવસનો બીજા સમય આપવામાં આવશે. બાદમાં દેવાળિયા પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તેનાથી એમએસએમઈ ક્ષેત્રને મદદ મળશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here