ઇસનપુરમાં પ્રેમિકાનું અપહરણ કરી દુષ્કર્મની આપી ધમકી

0
321
આટલું કહી બોલાચાલી કરી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બાદમાં ધમકી આપનાર શામલસિંહને મળવા માટે યુવતીએ બોલાવ્યા હતા.
આટલું કહી બોલાચાલી કરી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બાદમાં ધમકી આપનાર શામલસિંહને મળવા માટે યુવતીએ બોલાવ્યા હતા.

અમદાવાદ: શહેરમાં રહેતી 27 વર્ષીય યુવતી એક યુવકના પ્રેમમાં હતી. તે આ યુવક સાથે લગ્ન કરવાની હતી. પણ છેલ્લા કેટલાય સમયથી આ યુવતીના પ્રેમીનો ભાઈ તેને સતત ધમકી આપતો હતો. આ પ્રેમીનો ભાઈ આ યુવતીને કાપી નાખી અપહરણ કરી રેપ કરવાની ધમકી આપતા યુવતીએ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.ઇસનપુરમાં રહેતી 27 વર્ષીય યુવતીનો સાતેક મહિના અગાઉ રાજેન્દ્રસિંહ નામના યુવક સાથે પરિચય થયો હતો. બંને એકબીજા સાથે લગ્ન કરવાના હતા. પણ વર્ષ 2020માં બંનેનો સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં રાજેન્દ્રસિંહના ઘરે આ યુવતી તેઓને મળવા ગઈ હતી પણ ત્યારે રાજેન્દ્રસિંહ મળી આવ્યો ન હતો. જેથી યુવતી પરત પોતાના ઘરે જતી રહી હતી. બાદમાં આ રાજેન્દ્રસિંહના મોટાભાઈ શામલસિંહનો આ યુવતી પર ફોન આવ્યો અને કહ્યું કે, તું મારા ઘરે કેમ આવી હતી. આટલું કહી બોલાચાલી કરી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બાદમાં ધમકી આપનાર શામલસિંહને મળવા માટે યુવતીએ બોલાવ્યા હતા.ત્યારે નરોડા ખાતે શામલસિંહ મળવા આવ્યા અને આ યુવતીને ધમકી આપી કે રાજેન્દ્રસિંહ સાથે સબંધ નહિ રાખવાનો, નહીંતો તારું અપહરણ કરી કાપીને ફેંકી દઈશ અને રેપ કરી નાખીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here