ઈન્ડસ્ટ્રીનું એકદમ હોટ-ફેવરિટ કપલ અનુષ્કા અને વિરાટ

0
340
અનુષ્કાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો. મેગેઝિન સાથેની વાતચીતમાં અનુષ્કાએ કહ્યું હતું કે ‘હું અને વિરાટ અમારા આવનાર સંતાનને સોશિયલ મીડિયા અને લાઈમલાઈટથી દૂર રાખીશું.’
અનુષ્કાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો. મેગેઝિન સાથેની વાતચીતમાં અનુષ્કાએ કહ્યું હતું કે ‘હું અને વિરાટ અમારા આવનાર સંતાનને સોશિયલ મીડિયા અને લાઈમલાઈટથી દૂર રાખીશું.’

બૉલીવૂડમાં ખૂબ જ ઓછી એવી જોડીઓ છે જે અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે અને એમાં કરીના કપૂર-સૈફ અલી ખાન, અનુષ્કા શર્મા-વિરાટ કોહલી, દીપિકા પદુકોણ-રણવીર સિંહ, મલાઈકા અરોરા-અર્જુન કપૂર, રણબીર કપૂર-આલિયા ભટ્ટનો ઉલ્લેખ તો કરવો જ ઘટે… આ બધામાં પણ અત્યારે વિરુષ્કા એકદમ ટ્રેન્ડિંગ
કપલ છે અને તેનું કારણ અનુષ્કાની પ્રેગ્નન્સી.

જ્યારથી વિરુષ્કાએ સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરી છે ત્યારથી જોડી ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે પછી ભલેને તે અનુષ્કાના પોલ્કા ડૉટ ટોપને કારણે હોય કે પછી પ્રેગ્નન્સીમાં પણ હેલ્થ કોન્શિયસ બનીને શીર્ષાસન કરવાને કારણે હોય.અનુષ્કાએ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘ફોટોગ્રાફર્સ અને પબ્લિકેશનને સતત ના પાડી હોવા છતાં તેઓ વારંવાર અમારી પર્સનલ લાઈફમાં માથું મારી રહ્યાં છે. અમારી પ્રાઈવસીમાં દખલગીરી કરવાનો અધિકાર અમે કોઈને આપ્યો નથી અને હવે આ બધું બંધ થવું જ જોઈએ.’

ઉલ્લેખનીય છે કે અનુષ્કા અને વિરાટનું ઘર હવે ગમે તે ઘડીએ નન્હે સે મહેમાનની કિલકારીઓથી ગુંજી ઊઠશે. હમણાં થોડાક સમય પહેલાં અનુષ્કા અને વિરાટ ક્લિનિકની બહાર જોવા મળ્યાં હતાં. એ વખતે અનુષ્કાએ બ્લેક કલરનો આઉટફિટ પહેર્યો હતો. અનુષ્કા ફિટનેસફ્રિક છે એ વાત તો બધા જ જાણે છે અને તે પ્રેગ્નન્સીના અંતિમ દિવસોમાં પણ વર્કઆઉટ કરવાનું ચૂકતી નથી. અવારનવાર તે પોતાના એક્સરસાઈઝ કરતા વિડિયો કે ફોટો શેર કરતી હોય છે.

થોડાક દિવસ પહેલાં જ અનુષ્કાએ શીર્ષાસન કરતો પોતાનો વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં વિરાટ તેને મદદ કરી રહ્યો હતો. આ વિડિયો બાદ પણ લોકોએ વિરુષ્કા પર ટીકાટિપ્પણીઓ કરી હતી. આ સિવાય અનુષ્કાએ ટ્રેડમિલ પર વૉક કરતો એક બૂમરેંગ પણ શેર કર્યો હતો. આ વિડિયોમાં વ્હાઈટ શર્ટ અને બ્લેક જેંગિગ્સમાં અનુષ્કા ખરેખર સુપર હોટ લાગી રહી છે.પ્રેગ્નન્સીમાં પણ અનુષ્કા એકદમ એક્ટિવ છે. એક જાણીતા મેગેઝિન માટે અનુષ્કાએ એક ફોટોશૂટ કર્યું હતું અને આ બોલ્ડ ફોટોશૂટમાં અનુષ્કાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here