કંરબા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત ખેડૂત ગ્રામ સભા યોજાઇ

0
1104

દાહોદઃ- મંગળવારઃ- ભારતના પનોતા પુત્ર અને એકતા અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને યથોચિત ભાવાંજલી આપવા ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમ પાસે સરદાર સાહેબની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગામી તા. ૩૧/૧૦/૨૦૧૮ના રોજ રાષ્ટ્રને અર્પણ થનાર છે. આ પૂર્વે સમગ્ર ગુજરાતના ગાંમડાઓમાં એકતા યાત્રાએ પ્રથમ તબકકામાં પરિભ્રમણ કરી એકતાનો સંદેશો પહોંચાડયો છે.

          તદનુસાર દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ખાતે એકતા રથયાત્રા અંતર્ગત ખેડૂત ગ્રામ સભા ભારત સરકારના આદિજાતિ બાબતોના રાજયમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

          દિપ પ્રાગટય સાથે વિશાળ જનમેદનીને સંબોધતા કેન્દ્રીય આદિજાતિ રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે દેશની એકતા અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલનો એકતાનો મંત્રને કાયમ માટે ગુંજતો રાખવા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇરૂપાણીએ વિશ્વની સૈાથી ઉંચી પ્રતિમાનું  નિર્માણ ગુજરાતના સરદાર સરોવર ડેમ ખાતે કર્યું છે. જે દેશ-દુનિયામાં એકતાનો સંદેશો ફેલાવવા માટે પ્રેરણારૂપ બની રહેશે.

          આ પ્રસંગે ફતેપુરા ધારાસભ્યશ્રી રમેશભાઇ કટારાએ જણાવ્યું હતું કે આ વિશાળ સ્ટેચ્યુ થકી સરદાર સાહેબના આદર્શો કાર્યો  અને એકતાનો સંદેશો કાયમી ગુજતો રહેશે.

          આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી વિજય ખરાડીએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઇ પટેલે દેશને આઝાદી અપાવવા સાથે ૫૬૨ જેટલા રજવાડાઓના વિલીનકરણ દ્રારા અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. આવી મહાન વિભૂતિનો સંદેશો કાયમી બની રહે તે માટે ૧૮૨ મીટર ઉચી પ્રતિમાનું નિર્માણ થયું છે. જે ઇતિહાસના પાના ઉપર અંકિત થઇ જશે. આ એકતા થકી દેશની વિકાસની ગતિને વેગ મળશે.

          આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડાશ્રી હિતેશકુમાર જોયશર, ધારા સભ્યશ્રી શૈલેષભાઇ ભાભોર, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી શંકરભાઇ અમલીયાર, મહામંત્રીશ્રી નરેન્દ્રભાઇ સોની, પ્રાંત અધિકારીશ્રી ડી.જે.વસાવા, ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી ર્ડા.આર.એચ નાયક, મામલતદારશ્રી બારીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ભરવાડ, માજી ધારા સભ્યશ્રી વિછીયાભાઇ ભુરીયા, ગામના અગ્રણીશ્રી જગદીશભાઇ પરમાર, સરપંચ શ્રીમતી કંકુબેન પરમાર, સહિત ગામ આગેવાનો, જિલ્લા-તાલુકાના સદસ્યશ્રીઓ-ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે એકતા રથયાત્રાનું ભાવભીનું પરંપરાગત શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. રથમાં પ્રસ્થાપતિ સરદાર સાહેબની પ્રતિમાને મંત્રીશ્રી મહાનુભાવોએ પુષ્પાંજલી કરી તેમને ભાવાંજલી આપી હતી. સાથે એકતા અંગેના શપથ લેવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here