કચ્છમાં ટાઢોડું: ઠંડા મથકોની યાદીમાં નલિયા બીજા ક્રમે તો ભુજ સાતમા ક્રમે

0
345
જયારે ભુજનું સ્થાન ૯ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે સમગ્ર દેશમાં ૭મા ક્રમાંક પર રહેવા પામ્યું હતું. દિવસભર ભેજનું પ્રમાણ પણ ૮૦થી ૯૨ ટકા જેટલું ઊંચું રહેતાં ભરબપોરે પણ કાતિલ ઠંડીનો અનુભવ થવા પામી રહ્યો છે.
જયારે ભુજનું સ્થાન ૯ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે સમગ્ર દેશમાં ૭મા ક્રમાંક પર રહેવા પામ્યું હતું. દિવસભર ભેજનું પ્રમાણ પણ ૮૦થી ૯૨ ટકા જેટલું ઊંચું રહેતાં ભરબપોરે પણ કાતિલ ઠંડીનો અનુભવ થવા પામી રહ્યો છે.

ભુજ: કચ્છ જિલ્લામાં ટાઢોડું સર્જાયું છે અને દેશના દસ સૌથી ઠંડા શહેરોમાં કચ્છના બે સહિત ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ થયો હોવાથી કચ્છ અને સમગ્ર ગુજરાતમાં મંગળવારે પ્રસરી ગયેલી શીતલહેર કેટલી કાતિલ હશે તેનો અંદાજ મળે છે. દેશના મંગળવારે સૌથી ઠંડા મથકોમાં આજે નલિયા ૭.૮ ડિગ્રી સે.લઘુતમ તાપમાન સાથે ૨ નંબર પર રહેવા પામ્યું હતું જયારે ભુજનું સ્થાન ૯ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે સમગ્ર દેશમાં ૭મા ક્રમાંક પર રહેવા પામ્યું હતું. દિવસભર ભેજનું પ્રમાણ પણ ૮૦થી ૯૨ ટકા જેટલું ઊંચું રહેતાં ભરબપોરે પણ કાતિલ ઠંડીનો અનુભવ થવા પામી રહ્યો છે. દરમિયાન મકરસંક્રાંતિનો તહેવાર હવે જયારે નજીક આવી પહોંચ્યો છે ત્યારે કચ્છને લગભગ છેલ્લા એક પખવાડિયાથી ધ્રુજાવતી ઠંડીમાં આંશિક રાહત મળવાની આશા ઠગારી સાબિત થઇ હોય તેમ કચ્છમાં આજે ધુમ્મ્સભર્યું વાતાવરણ રહેવા સાથે ટાઢોળાએ જનજીવનને બાનમાં લીધું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here