કલમ 377 અંગે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, બંધારણીય બેંચે કહ્યું- સમલૈંગિકતા હવે અપરાધ નહીં

0
1323
NAT-HDLN-supreme-court-may-give-verdict-on-section-377-of-ipc-regarding-homo-relations-gujarati-news-5952442

સુપ્રીમ કોર્ટે સંમતિથી બંધાયેલા સમલૈંગિક યૌનસંબંધોને ગુનાની શ્રેણીમાં મૂકતી આઇપીસીની કલમ 377ની માન્યતાને પડકારતી અરજીઓ પર આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સમલૈંગિકતા હવે અપરાધ નથી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ રોહિંગ્ટન નરીમન, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાની બંધારણીય બેંચે આ ચુકાદો આપ્યો છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, તેઓ તપાસ કરશે કે શું જીવવાના મૌલિક અધિકારમાં ‘યૌમ આઝાદીનો અધિકાર’ સામેલ છે કે નહીં. ઉલ્લેખનીય છે કે 17 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે 4 દિવસની સુનાવણી પછી ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.’સમાન જાતિવાળા લોકોની વચ્ચે સંબંધ બનાવવો હવે કલમ 377 હેઠળ નહીં આવે’ – સીજેઆઇ દીપક મિશ્રા

– કલમ 377 બાબતે ચુકાદો આપતા ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ જણાવ્યું કે, “કોઇપણ પોતાના વ્યક્તિત્વથી બચી શકતું નથી. સમાજ હવે વ્યક્તિગતતા (ઇન્ડિવિડ્યુઅલાઇઝેશન) માટે ઘણો સારો છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં આપણા વિચાર-વિમર્શ વિભિન્ન પાસાઓ દર્શાવે છે.”

– સીજેઆઇએ કહ્યું કે, “હું જે છું એ છું. પરિણામે જેવો છું તે જ સ્વરૂપમાં મારો સ્વીકાર કરવામાં આવે. સમલૈંગિક લોકોને સન્માન સાથે જીવવાનો અધિકાર છે.”

– બેંચે સ્વીકાર્યું કે સમલૈંગિકતા હવે અપરાધ નથી. લોકોએ પોતાના વિચારોમાં પરિવર્તન લાવવું પડશે. સીજેઆઇ દીપક મિશ્રા અને જસ્ટિસ એએમ ખાનવિલકરે કહ્યું કે સમાન જાતિવાળા લોકોની વચ્ચે સંબંધ બનાવવો હવે કલમ 377 હેઠળ નહીં આવે.

– જજોએ કહ્યું કે સમાજ પૂર્વગ્રહોથી મુક્ત હોવો જોઇએ. દરેક વાદળમાં ઇંદ્રધનુષ શોધવું જોઇએ. ઉલ્લેખનીય છે કે ઇંદ્રધનુષી ધ્વજ એલજીબીટી સમુદાયનું પ્રતીક છે. સુપ્રીમ કોર્ટે આઇપીસીની કલમ 377ને મનમાની કલમ ગણાવી.

જુલાઈ મહિનામાં જ પૂરી થઈ ગઈ હતી સુનાવણી

– સુપ્રીમ કોર્ટમાં આઇપીસીની કલમ 377ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર જુલાઈમાં જ સુનાવણી પૂરી થઈ ગઈ હતી. સુનાવણી પછી કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો.

– સંમતિથી સમલૈંગિક સંબંધોને ગુનાની શ્રેણીમાં મૂકતી કલમ 377 પર ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બંધારણીય બેંચે 10 જુલાઈના રોજ સુનાવણી શરૂ કરી હતી અને ચાર દિવસ આ સુનાવણી ચાલી હતી.
– બેંચે તમામ પક્ષકારોને પોતપોતાના દાવાઓના સમર્થનમાં 20 જુલાઈ સુધી લેખિત દલીલો રજૂ કરવા જણાવ્યું હતું. આશા હતી કે આ મામલે 2 ઓક્ટોબર પહેલા જ ચુકાદો આવવાની સંભાવના છે, કારણકે તે દિવસે ચીફ જસ્ટિસ દીપક મિશ્રા નિવૃત્ત થઈ રહ્યા છે.

શું છે કલમ 377માં?

– કલમ 377માં ‘અપ્રાકૃતિક યૌન સંબંધો’ને લઇને તેનો અપરાધ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના પ્રમાણે જે વ્યક્તિ પ્રકૃતિની વ્યવસ્થાથી વિપરીત કોઇ પુરુષ, મહિલા કે પશુ સાથે યૌનસંબંધ બાંધે છે, તેને જનમટીપ અથવા દસ વર્ષ સુધીની જેલ અને નાણાકીય દંડ બંને થઈ શકે છે.

– આ જ વ્યવસ્થા વિરુદ્ધ દેશની સર્વોચ્ચ અદાલતમાં અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓમાં પરસ્પર સંમતિથી બે વયસ્ક લોકો વચ્ચે સમલૈંગિક સંબંધો બંધાય તેને અપરાધની શ્રેણીમાં મૂકતી કલમ 377ને ગેરકાયદેસર અને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.
– આ મુદ્દો સૌથી પહેલા વર્ષ 2001માં બિનસરકારી સંસ્થા નાઝ ફાઉન્ડેશને દિલ્હી હાઇકોર્ટમાં ઉઠાવ્યો હતો. હાઇકોર્ટે સંમતિથી બે વયસ્કો વચ્ચે સમલૈંગિક સંબંધોને અપરાધની શ્રેણીમાંથી બહાર કરીને આ સંબંધિત જોગવાઈને 2009માં ગેરકાયદે જાહેર કરી દીધી હતી

NAT-HDLN-supreme-court-may-give-verdict-on-section-377-of-ipc-regarding-homo-relations-gujarati-news-5952442
NAT-HDLN-supreme-court-may-give-verdict-on-section-377-of-ipc-regarding-homo-relations-gujarati-news-5952442

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here