કાજલ અગ્રવાલના મતે ડિજિટલ ડેબ્યુ નૅચરલ પ્રોગ્રેસ છે

0
297
કાજલ કહે છે, ‘મને આ હૉરર જોનર ખૂબ ગમે છે અને વેન્કટ સરનું ડાયરેક્શન પર્ફેક્ટ હોય છે.’
કાજલ કહે છે, ‘મને આ હૉરર જોનર ખૂબ ગમે છે અને વેન્કટ સરનું ડાયરેક્શન પર્ફેક્ટ હોય છે.’

ડિજિટલ વર્લ્ડમાં બિગ સ્ટાર એન્ટ્રી કરી ચૂક્યા છે અને હજી કરી રહ્યા છે. આ વર્ષે દક્ષિણ ભારત અને બૉલીવુડની જાણીતી ફિલ્મો કરી ચૂકેલી અભિનેત્રી કાજલ અગ્રવાલ વેબ-સિરીઝમાં ડેબ્યુ કરવાની છે.કાજલ અગ્રવાલ ‘લાઇવ ટેલિકાસ્ટ’ નામની હૉરર વેબ-સિરીઝથી ઓટીટી વર્લ્ડમાં પદાર્પણ કરી રહી છે. છેલ્લે તામિલ ફિલ્મ ‘કોમાલી’માં દેખાયેલી કાજલ અગ્રવાલ પોતાના પહેલા ડિજિટલ ડેબ્યુ વિશે કહે છે, ‘કોઈ પણ કલાકાર માટે અન્ય પ્લૅટફૉર્મ પર સાહસ કરવું એ નૅચરલ પ્રોગ્રેશન છે અને આજકાલ ડિજિટલ વર્લ્ડમાં આવવું એ અત્યંત મહત્ત્વનું થઈ ચૂક્યું છે. ખાસ કરીને આજની પેઢી સાથે કનેક્ટ રહેવા માટે પણ ડિજિટલ દુનિયા જરૂરી છે કલાકારો માટે!’૧૨ ફેબ્રુઆરીએ ઓટીટી પ્લૅટફૉર્મ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થનારી ૭ એપિસોડમાં બનેલી ‘લાઇવ ટેલિકાસ્ટ’ હિન્દી, બંગાળી અને દક્ષિણ ભારતની તમામ લૅન્ગ્વેજમાં એકસાથે આવી રહી છે. તામિલ ઇન્ડસ્ટ્રીના ફિલ્મમેકર વેન્કટ પ્રભુએ ડિરેક્ટ કરી છે. ઍક્ચ્યુઅલી તેમની પોતાની જ અગાઉ લખેલી ફિલ્મની સ્ક્રિપ્ટને તેમણે વેબ-સિરીઝનું રૂપ આપ્યું છે. કાજલ કહે છે, ‘મને આ હૉરર જોનર ખૂબ ગમે છે અને વેન્કટ સરનું ડાયરેક્શન પર્ફેક્ટ હોય છે.’ કાજલ સાથે લાઇવ ટેલિકાસ્ટમાં વૈભવ રેડ્ડી, કાયલ અંધાધી, પ્રિયંકા સેલ્વા, ડૅનિયલ ઍની પૉપ સહિતના કલાકારો જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here